Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

શરમજનક ઘટના

એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જ કોરોના સંક્રમિત બાળકીનો બળાત્કાર કર્યો

મેડિકલ વકર્સે બે અલગ હોસ્પિટલમાં બે કોવિડ પોઝિટિવ મહિલાઓને મોકલવાની હતીઃ આરોપી નોફલે એક મહિલા પેશન્ટને ડ્રોપ કરી તે પછી આ છોકરીને એક સૂમસાન સ્થળે લઈ જઈને રેપ કર્યો

મુંબઇ,તા.૭: કોરોના મહામારીમાં ડોકટર્સ સહિત નર્સ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સપોર્ટ સ્ટાફના મેડિકલ સ્ટાફને લોકો સલામ કરે છે કારણ કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને જીવ બચાવે છે. પરંતુ કેરળના પથનામથિયા જીલ્લામાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરે એક કોવિડ પેશન્ટને હોસ્પિટલમાં લઈ જતા સમયે રેપ કર્યું છે.

પોલીસે કહ્યું કે, પીડિત છોકરી શનિવારે કોવિડ-૧૯ પોઝિટિવ ટેસ્ટ થઈ હતી, જેથી તે પંથલમમાં રિલેટિવના ઘરે કવોરન્ટીન હતી. મેડિકલ વકર્સે બે અલગ હોસ્પિટલમાં બે કોવિડ પોઝિટિવ મહિલાઓને મોકલવાની હતી. આરોપી નોફલ (૨૯)એ એક મહિલા પેશન્ટને ડ્રોપ કરી તે પછી આ છોકરીને એક સૂમસાન સ્થળે લઈ જઈને રેપ કર્યું હતું. મેડિકલ રિપોર્ટમાં કન્ફર્મ થયું છે કે છોકરીનું રેપ થયું છે.

ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. પીડિત છોકરીની માતાએ હોસ્પિટલ ઓથોરિટી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાછળથી ખબર પડી કે આરોપી ડ્રાઈવર રિઢો ગુનેગાર છે.એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અમને હોસ્પિટલે આ ઘટનાની જાણ કરી હતી તે પછી આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. આગળ જતા અમે છોકરીનું સ્ટેટમેન્ટ લેશું હાલ તે કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી.

(11:39 am IST)