Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

છેલ્લા ૨ વર્ષોમાં આ ૭ શેરોએ આપ્યું ૧૦૦૦% રિટર્ન

મુંબઇ, તા.૭: અમેરિકા- ચીન ટ્રેડ વોર, સ્લો ઈકોનોમી, કોરોના વાયરસ મહામારી અને અર્થવ્યવસ્થા પર ગંભીર જોખની વચ્ચે એવા ૩૮ મિડકેપ શેર છે, જે ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યા છે. આ શેરોએ છેલ્લાં બે વર્ષોમાં આશરે ૧૦૦૦ ટકાનો ગ્રોથ કર્યો છે. જણાવી દઈએ કે, કોરોનાને કારણે શેર બજાર એપ્રિલના મહિનામાં ૨૮ હજાર સુધી આવી ગયો હતો, ત્યારબાદ તેમાં તેજી આવી અને તે હાલ ૪૦ હજારના સ્તર પર પણ પહોંચી ચુકયો છે. Coastal Corporation ના શેરે યર-ટુ-ડેટ (YTD)ના આધાર પર એક હજાર ટકા કરતા વધુનું રિટર્ન આપ્યું છે. ૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ આ શેરનો ભાવ ૧૬.૯૪ રૂપિયા હતો. ૩૧ ઓગસ્ટે આ શેરનો ભાવ ૧૯૩ રૂપિયાને પાર કરી ગયો. ૩૨ મહિનામાં આ શેરે ૧૦૦૦ ટકા કરતા વધુનો ગ્રોથ આપ્યો છે.

એ જ રીતે IOL Chemicalના શેરમાં ૮૨૦ ટકા, Dolat Investmentના શેરમાં ૬૦૪ ટકા, GMM Pfaudlerના શેરમાં ૫૯૨ ટકા, Apollo Tricoat Tubes¨નાશેરમાં ૪૭૪ ટકા, Tanla Solutionsના શેરમાં ૪૬૬ ટકા અનõ Alkyl Aminesના શેરમાં ૩૭૩ ટકાની તેજી આવી છે. ભારતમાં રિટેલ નિવેશક પેની શેરોમાં ખૂબ જ નિવેશ કરી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, તેને પગલે એવા ઘણા શેરો છે જેમાં ખૂબ જ તેજી આવી છે. પરંતુ ખાસ વાત એ છે કે, તેમાંથી ઘણી કંપનીઓનું વેચાણ જરા પણ નથી. તેમ છતા આ શેર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. આવા જ પેની શેરોના લિસ્ટમાં ટ્રાન્સગ્લોબ ફૂડ્સ છે, જેના શેરોમાં આ વર્ષે ૪૩૦૦ ટકાની શાનદાર તેજી આવી છે.

એ જ રીતે રિસ્કી ઈન્વેસ્ટમેન્ટને કારણે ચિંતાઓ પણ વધી રહી છે, કારણ કે આ શેરોમાં અચાનક પ્રોફિટ બુકિંગથી વ્યવસાયીઓને ભારે નુકસાન પહોંચી શકે છે. તેને કારણે બજારની હાલની તેજી પણ પ્રભાવિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, લોકડાઉન શરૂ થયા બાદ મોટી સંખ્યામાં નવા નિવેશકોએ બજારમાં એન્ટ્રી લીધી છે. આ જ કારણ છે કે, બજારનો વ્યાપ વધી રહ્યો છે. આવી જ સ્થિતિ અમેરિકી બજારોમાં પણ જોવા મળી હતી.

આ અંગે વિશેષજ્ઞોનું કહેવું છે કે, રિટેલ નિવેશકોના નિવેશને કારણે નાના શેરોમાં તેજી આવી છે, જેના કારણે જોખમની સાથે જ કંસર્ન પણ વધ્યું છે. નિવેશકોએ કવોલિટી શેરોમાં જ રોકાણ કરવું જોઈએ અને દરેક સ્મોલકેપમાં પૈસા રોકવાથી બચવું જોઈએ.

ઝીરો રેવન્યૂવાળી કંપનીઓ

શેરોમાં તેજી

ટ્રાન્સગ્લોબ ફૂડ્સ લિમિટેડ

૪૩૫૭%

શ્રી પ્રીકોટેડ સ્ટીલ્સ લિમિટેડ

૧૩૩૧%

ઈન્ટેગ્રા ગારમેન્ટ્સ એન્ડ ટેકસટાઈલ લિમિટેડ

૮૧૭%

રતન ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ

૪૪૨%

તિરુપતિ ટાયર્સ લિમિટેડ

૩૦૩%

(10:00 am IST)