Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ચાર ખ્રિસ્તી સંગઠનો સહિત ૬ એનજીઓને વિદેશથી ફાળો લેવા મનાઇ ફરમાવાઇ

કેન્દ્ર સરકારે આ સંસ્થાઓનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું

નવી દિલ્હી તા. ૭ : દેશમાં ચાર ખ્રિસ્તી સંગઠનો સહિત કુલ ૬ બિનસરકારી સંસ્થાઓને વિદેશથી ફાળો લેવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ વર્ષે આ ૬ એનજીઓનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. જેમાંથી ૪ ખ્રિસ્તી એસોસીએશન છે.

સાથોસાથ ઓછામાં ઓછી બે અમેરિકી દાન આપતી સંસ્થા પણ મંત્રાલયના ઘેરાવામાં છે કે જેઓ ભારતના એનજીઓ અને સમુહોને ફંડીંગ આપે છે. ધ હિન્દુના રિપોર્ટમાં આ જણાવાયું છે.

ધ હિન્દુના અહેવાલ અનુસાર જે ૪ ખ્રિસ્તી સમુહોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં ઝારખંડ, મણીપુર, મુંબઇ વગેરેની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

(10:14 am IST)