Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં જ લોન્ચ થઇ શકે છે ચંદ્રયાન-૩

વધુ એક ઉપલબ્ધિ મેળવવાની તૈયારીમાં ઇસરો

નવી દિલ્હી,તા.૭ : ઇસરો સતત અંતરિક્ષમાં નવા નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. ત્યારે હવે વધુ એક ઉપલબ્ધિ મેળવવાની તૈયારી ઇસરો ૨૦૨૧માં શરૂઆતમાં ચંત્રયાન-૩ લોન્ચ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે રવિવારે આ માહિતી આપી હતી.

જોકે, ચંદ્રયાન-૨ને વિપરિત આમાં 'એર્બિટર' નહીં હોય પરંતુ તેમાં એક 'લેન્ડર'અને એક 'રોવર'હશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રયાન-૨ની ચંદ્રની ધરતી પર 'હાર્ડ લેન્ડિંગ' બાદ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન(ISRO)એ આ વર્ષના અંતના મહિનાઓ માટે એક અન્ય અભિયાનની યોજના બનાવી હતી. જોકે, કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનને ઇસરોની કેટલીક પરિયોજનાઓને અસર કરી અને ચંદ્રયાન-૩ જેવા અભિયાન રોકાઇ ગયા હતા.

કેન્દ્રીયમંત્રી જિતેન્દ્રસિંહેના જણાવ્યા અનુસાર, જયાં સુધી ચંદ્રયાન-૩ની વાત છે તો તેનું પ્રક્ષેપણ ૨૦૨૧ની શરૂઆતમાં કયારેય પણ થવાની સંભાવના છે. ચંદ્રયાન-૩, ચંદ્રયાન-૨નું જ પુનઃ અભિયાન હશે અને તેમાં ચંદ્રયાન-૨ની જેમ જ એક લેન્ડર અને રોવર હશે.

ચંદ્રયાન-૨ને ગત વર્ષ૨૨ જુલાઇએ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની યોજના હતી. પરંતુ લેન્ડર વિક્રમને ૭ સપ્ટેમ્બરે હાર્ડ લેન્ડિગ કર્યું અને પોતાનું પ્રથમ પ્રયાસમાં જ પૃથ્વીના ઉપગ્રહની સપાટી પર સ્પર્શવાનું ભારતનું સપનું તૂટી ગયું હતું.

(10:17 am IST)