Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સાવકી માતાનું કાળુ કૃત્ય : સગીર પુત્રીઓને નશાની દવાઓ આપી શારીરિક સંબંધ બનાવવા પ્રયાસ કરતી'તી : પોલીસે અંતે કરી ધરપકડ

મહિલાના અગાઉ ૩ લગ્ન થયા છે : ૨૦૧૯માં કર્યા ચોથા

અલીગઢ તા. ૭ : પહેલી પત્નીના અવસાન પછી ફેસબુક દ્વારા મળેલી યુવતી સાથે લગ્ન કરનાર એક વ્યકિતને પત્ની સમલૈંગિક હોવાની જાણ થઈ છે. અલીગઢ જિલ્લામાં સામે આવેલી આ ઘટનામાં તે સમયે વ્યકિતની દીકરીઓએ પોતાની મા પર નશાની દવા ખવડાવીને સમલૈંગિક સંબંધ બનાવવાની કોશિશનો આરોપ લગાવ્યો છે. આ ઘટનામાં સગીર દીકરીની ફરિયાદ પર મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

અલીગઢના સાસની ગેટ વિસ્તારની રહેવાસી ૧૯ વર્ષની યુવતીનું કહેવું છે કે તેની બે સગીર બહેનો અને એક ભાઈ અલીગઢના ઘરે એક સાથે રહે છે. ફરિયાદમાં યુવતીએ કહ્યું છે કે, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ તેની માતાનું અવસાન થયું હતું. જે પછી તેના પિતાની ફેસબુક પર એક ૪૫ વર્ષની મહિલા સાથે દોસ્તી થઈ હતી. આ મહિલાએ પિતાને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ લગ્ન કર્યા હતાં. સાવકી માતા ઘરમાં આવી પછી તેણે પરિવારના દરેક લોકોને એક ગોળી આપવાની શરૂ કરી અને કહ્યું કે આ ગોળી સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.

યુવતીએ કહ્યું કે આ ગોળીના કારણે જ તેને અને તેની બહેનોને ઉત્તેજના થતી હતી. જે પછી તેની સાવકી માતા તેની સાથે અશ્લીલ હરકતો કરવાની કોશિશ કરતી હતી. જે પછી તેની ફરિયાદ જયારે બાળકો અને પિતા અને દાદાને કરી તો તે સમયે મહિલાએ દરેકને ધમકાવવાનું શરૂ કર્યુ હતું. પિતાએ જયારે મનાઈ કરી કે તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

પરેશાન થઈને યુવતીએ પહેલા પોલીસ સ્ટેશન અને પછી એસએસપી કાર્યાલયમાં પોતાની ફરિયાદ કરી હતી. એસએસપીના હસ્તક્ષેપ પછી હવે આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મળેલી ફરિયાદના આધારે આરોપી મહિલા પર આઈપીસીની કલમ ૩૫૪ અને પોકસો એકટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે, તે મહિલાની ધરપકડ કરવામાં આવી છે, તેના ચાર લગ્ન થઈ ચૂકયા છે. આ મહિલાના પહેલા પતિનું ૨૦૦૫માં મોત થયું હતું. આ કેસમાં તેની પર હત્યાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. પછી આ કેસ આત્મહત્યા માટે ઉશ્કેરવામાં ફેરવાયો હતો. આ ઘટનામાં મહિલા જેલમાં પણ ગઈ હતી. જોકે, પછી તેને જામીન મળી ગયા હતાં.

જે પછી તેણે અલીગઢના નિવાસી અન્ય વ્યકિત સાથે લગ્ન કર્યા હતાં. જે પછી તેણે તે વ્યકિતને પણ છોડ્યો હતો. જે પછી તેણે જલાલપુરના રહેવાસી એક વ્યકિત સાથે લગ્ન કર્યા હતાં. ૩ લગ્ન પછી સાસની ગેટ પાસે રહેતા તે વ્યકિતએ ફેસબુક પર મળ્યા પછી લગ્ન કર્યા હતાં.

(10:16 am IST)