Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

અમેરિકામાં ટ્રમ્પનાં સમર્થનમાં થયેલી વોટર પરેડ વેળાએ કેટલીક બોટો ડૂબી

જોરદાર લહેરો ઉઠતા બોટો ડૂબી : ત્રણ બોટને બહાર કઢાઈ : હજુ બે ફસાયેલી : વિડિઓ વાયરલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થનમાં વોટર પરેડ દરમિયાન પાંચ બોટ ડૂબી ગઈ હતી. ટ્રેવિસ કાઉન્ટી શેરિફ ઓફિસનાં ક્રિસ્ટેન ડાર્કનાં જણાવ્યા અનુસાર, શનિવારે ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીનાં સમર્થનમાં ઓસ્ટિનનાં પશ્ચિમમાં એક તળાવમાં ડઝનબંધ બોટ્સ પરેડમાં સામેલ હતી. આ બોટ્સ પાસેથી તાત્કાલિક મદદનો સંદેશ મળ્યો હતો.

ડાર્કે કહ્યું કે, 19,000 એકરમાં ફેલાયેલ તળાવનું પાણી શાંત હતું , પરંતુ બોટ્સ ઠસોઠસ ભરેલી હોવાના કારણે ઉંચી-ઉંચી પાણીનું લહેરો ઉઠી અને આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓને આ ઘટના પાછળ કોઈ કાવતરાનાં પુરાવા મળ્યા નથી. ડાર્કે કહ્યું કે, ત્રણ બોટને બહાર કાઠી લેવામાં આવી છે અને અન્ય બે હજી ફસાયેલી છે.

પરેડ દરમિયાન જોરદાર લહેરો ઉઠવાને કારણે 4 જેટલી બોટ ડૂબી ગઈ છે, અનેકને નુકસાન થયું છે. કોલોરાડો નદી પર ટ્રેવિસ લેક બોટિંગ, ફિશિંગ, સ્વિમિંગ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. ટ્રેવિસ કાઉન્ટી શેરિફ ઓફિસે ટ્વિટર પર કહ્યું, "તેને ટ્રેવિસ લેક પર ટ્રમ્પનાં સમર્થનમાં પરેડ દરમિયાન અનેક બોટો ફસાયેલી હોવાનો કોલ મળ્યો." તેનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. ઘણી બોટ્સ ડૂબી ગઈ છે

(11:02 am IST)