Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લ્યો બોલો... IIT દિલ્હીને જોઇએ છે 'ડોગ હેન્ડલર' બીટેક - કાર હોવી જરૂરી : પગાર મળશે રૂ. ૪૫૦૦૦

પોસ્ટ - યોગ્યતા - પગારને કારણે વિવાદ : જાહેરાત સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જાહેરાત પાછી ખેંચવી પડી

નવી દિલ્હી તા. ૭ : કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં નોકરીનું સંકટ યથાવત છે. આ બધાની વચ્ચે દિલ્હીમાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ નોકરી માટે જાહેરાત આપી હતી. આ જાહેરાત સામે આવતા જ વાયરલ પણ થઇ ગઈ છે. જો કે તેની પાછળ વાયરલ થવાનું કારણ તેની પોસ્ટ, સેલેરી અને અપેક્ષિત યોગ્યતાઓ છે. હવે આ જાહેરાતને લોકો સોશિયલ મીડિયા પર શેર કરીને મજા લઇ રહ્યા છે.

 

આઇઆઈટી દિલ્હીએ હાલમાં જ એ જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં કેમ્પસમાં કુતરો સંભાળવા માટે નોકરીની વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે. આઈઆઈટી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતમા જણાવવામાં આવી રહ્યું છે કે ડોગ હેન્ડલરની આ નોકરી સિકયોરિટી ઓફિસ હેઠળ છે. પરંતુ આ જોબ કોન્ટ્રાકટ આધારિત હશે. પરંતુ આ જાહેરાતમાં દરેકનું ધ્યાન પગાર પાર અને અને તેની પાત્રતા પાર ખેંચાયુ.

જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ડોગ હેન્ડલરને દર મહિને ૪૫ હજાર પગાર અપાશે. બીજી બાજુ જો કેટલાક રિપોર્ટની વાત કરીએ તો દિલ્હી પોલીસમાં આ નોકરી માટે ૨૦૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. એનો અર્થ એ છે કે ઉમેદવારનું બીએ, બીએસસી, બીકોમ, બીટેક અથવા તેના સમકક્ષ કોઈ કોર્સ કરવો જરૂરી હશે.

(11:33 am IST)