Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

યુપી ચુંટણી : કોંગ્રેસે ૭ સમિતિઓનું કર્યું નિર્માણ

સોનિયા ગાંધીને 'પત્ર લખનારા' વિધાયકોને સમિતિમાં સ્થાન ન અપાયું

નવી દિલ્હી તા. ૭ : યુપીમાં ૨૦૨૨માં થનારી વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસ પક્ષે રાજકીય જમીન તપાસવાનું શરૂ કર્યું છે. તેના માટે પક્ષ નેતૃત્વએ સંગઠનની મજબૂતીની સાથે વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલ સાત સમિતિઓની પણ ગઠન કરવામા આવ્યું છે. જોકે આ સમિતિઓના ગઠનની સાથે જ પક્ષની આંતરિક ખેંચતાણ પણ સપાટી પર આવતું જોવા મળી રહ્યું છે. કારણકે આ સમિતિઓમાં સોનિયા ગાંધીને પત્ર લખતા નેતાઓને જગ્યા આપવામાં આવી નથી.

યુપીની વિધાનસભા ચુંટણીની તૈયારીઓ માટે કોંગ્રેસ નેતૃત્વએ પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ પર ફરી વિશ્વાસ વ્યકત કર્યો છે. પક્ષે તેમના એવા નેતાઓને ફરી જવાબદારી સોંપી છે જે પ્રદેશ સમિતિના બદલે માળખા હેઠળ સક્રિય રાજનીતિથી દૂર થઇ ગયા હતા. કોંગ્રેસ નેતૃત્વ પર સવાલની સાથે કાર્યપ્રણાલી વિરૂદ્ઘ અવાજ ઉઠાવતા ૨૩ અસંતુષ્ટ નેતાઓના પત્રમાં હસ્તાક્ષર કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતીન પ્રસાદને કોઈ સમિતીમાં જગ્યા મળી નથી.

પક્ષે યુપીના ઘોષણાપત્ર અંગે નેતાઓના નામ સાર્વજનિક કરવામાં આવ્યા છે. પરંતુ સમિતિના સભ્યોએ આ વર્ષે જાન્યુઆરીથી માળખું તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. કોરોનાના લીધે બેઠકો થઇ રહી નથી. કોંગ્રેસ તેમનું ઘોષણાપત્ર તૈયાર કરવામાં રાજયના દસ લાખ લોકોના મંતવ્ય લેશે. દરેક જિલ્લાની ભૂમિકા અલગ હશે.

(11:38 am IST)