Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કોરોનાએ ચાલવાનું બંધ કરાવી દીધું એટલે પેટની ચરબી વધી છે? ચિંતા ન કરશો અજમાવો આ ટ્રિકસ

ટ્રિકસ (Weight loss tricks) અજમાવીને જુઓ કઇ રીતે સડસડાટ પેટની ચરબી ઓછી કરી શકો છો

નવી દિલ્હી,તા.૭: હાલ કોરોના મહામારીને કારણે ઘરની બહાર બને તેટલું ઓછું નીકળી રહ્યાં છે ત્યારે જે લોકો નિયમિત જીમ જતા હતા અને ચાલવા જતા હતા તે પણ ઓછું થઇ ગયું છે. શારીરિક કસરતો ઓછી થવાને કારણે લોકોના પેટ વધવાની  સમસ્યા વધી રહી છે. તો આજે આપણે જોઇએ કે, તમે ઘરે જ રહીને થોડી કસરતની સાથે નીચેની ટ્રિકસ  અજમાવીને જુઓ કઇ રીતે સડસડાટ પેટની ચરબી ઓછી કરી શકો છો સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ નીચવીને પીવુ. એમાં મધ મેળવીને પીવાથી વધારે ફાયદો થાય છે. આ કરવાથી મેટાબોલિઝમ સતેજ થાય છે અને ફેટ જલ્દી બળે છે.

 આદુને છીણીને પાણીમાં ઉકાળવુ અને ગાળીને પીવું. પેટની ચરબી ઘટાડવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ગરમ પાણી છે. રોજ સવારે ઊઠીને બ્રશ કરીને તરત ગરમ પાણીમાં એક આખું લીંબુ નિચોવીને પી જવું. આમ સળંગ છ મહિના કરવાથી પેટની ચરબીમાં મોટો ઘટાડો થશે અને તમારું પેટ સ્લીમ બની જશે.

 રોજ રાતે ૬-૮ બદામ પલાળીને સવારે છોલીને ખાવી.

ભોજન કર્યાના અડધા કલાક પહેલા બે ચમ્ચી સફરજન સાઈડર વિનેગરને પાણીમાં ઉમેરીને પીવુ. ફુદીના કોથમીરની ચટણી રોજ ભોજન સાથે લો.

 આખા દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું જરૂરી છે. વિજ્ઞાાન તો એમ કહે છે કે દર પચ્ચીસ કિલોએ ઓછામાં ઓછું એક લિટર પાણી તો પીવું જ જોઇએ. આ રીતે તમે પણ તમારું વજન કાઉન્ટ કરીને પાણીની માત્રા નક્કી કરી શકો છો. જો તમે જલદીથી ચરબી ઘટાડવા માંગતા હોવ તો આખા દિવસમાં બેથી ત્રણ લિટર પાણી ચોક્કસપણે પીવું જ જોઈએ. પાણી પીવાથી ત્વચા પણ સારી રહેશે. એક કપ પાણીમાં લીંબુ નીચવીને લણની ત્રણ કળીને આની સાથે લેવી એલોવેરાના સેવનથી ફેટ સ્ટોર નથી થતી. આના બે ચમચી જૂસને ગરમ પાણીમાં જીરાના પાવડર સાથે ખાલી પેટે લેવું. આ લીધા પછી એક કલાક બાદ જ કાંઈપણ ખાવુ સળંગ બેસવાને બદલે થોડા થોડા સમયે ઊભા થઇને થોડું ચાલવાનું રાખવું. થોડું થોડું ચાલવાથી ભોજન પચી જશે અને ચરબીમાં વધારો પણ નહીં થાય.

(11:41 am IST)