Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ભારતે તમામ ક્રીટીકલ ટેકનોલોજી હાંસલ: હાઇપર સોનીક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનું સફળતા પૂર્વક ઉડ્ડયનઃ કરી લીધીઃ ઐતિહાસીક મહાન સિધ્ધી માટે વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા રાજનાથસિંઘ

આરડીઓ એ આજે હાઇપરસોનીક ટેકનોલોજી ડે મોન્સ્ટ્રેટર વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું હતુ. સંપૂર્ણ સ્વદેશી તૈયાર કરાયેલ સ્કેમજેટ પોપ્યુલસન સીસ્ટમ્સનો ઉપયોગ કરાયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે કહ્યું છે કે આ સાથે ભારતે તમામ ક્રીટીકલ ટેકનોલોજી હાંસીલ કરી લીધી છે અને નવા તબકકાભણી પ્રયાણ કર્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઇના આત્મનિર્ભર ભારત અભિયાનને વાસ્તવમાં મૂર્ત સ્વરૂપ આપવાની દિશામાં આ સફળતા મેળવવા માટે હુ ડીઆરડીઓને અભિનંદન આપુ છું. મે આ પ્રોજેકટ સાથે જોડાયેલ વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે, અને આ મહાન સિધ્ધી મેળવવા માટે અભિનંદન આપ્યા છે. દેશને તેમના માટે ગૌરવ છે

(1:02 pm IST)