Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ઇમરાન ખાને કરાચીના ઐતિહાસીક વિકાસનો પ્લાન જાહેર કર્યોઃ ૧૧૦૦ અબજ ફાળવ્યા

કરાચીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને તેમના દેશના સૌથી મોટા-ઐતિહાસીક બંદરીય શહેર કરાચીના મહા-વિકાસ માટે ૧૧૦૦ અબજ રૂ. (૧.૧૦ લાખ કરોડ રૂ.)નું પેકેજ જાહેર કર્યું છે. કરાચીની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી ત્યારે તેમની સાથે કરાચી કમિટીના સભ્યો સીંઘ ગર્વનર અને સીંઘના મુખ્યમંત્રી સાથે રહેલ જે તસ્વીરમાં દર્શાય છે. કરાચીનો મુખ્ય પાણી પશ્ન આથી ઉકેલાય જશે તેવી ઇમરાનખાને શ્રધ્ધા દર્શાવેલ.

(1:03 pm IST)