Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રૂ. પ૩૦૦૦ કરોડની બચત થશે

ગુજરાત સહિત ૧૧ રાજયોમાં 'વૃધ્ધાવસ્થા'માં પહોંચેલા થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરવા જરૂરી

નવી દિલ્હી તા. ૭ :.. કલાઇમેટ હોરાઇઝનસના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ૧૧ મહત્વના રાજયોમાં ર૦ વર્ષ જૂના થર્મલ પાવર પ્લાંટને બંધ કરી દેવાથી પાંચ વર્ષમાં પ૩૦૦૦  કરોડ રૂપિયાની બચત થઇ શકે છે. લેખકોના અંદાજ અનુસાર આ પ્લાંટોના પ્રદુષણને રોકવા માટે તેમાં કરાનાર રેટ્રોફીટીંગ પાછળ ખર્ચ ન કરીને અને તેને રીન્યુએબલ એનર્જીમાં ફેરવીને આ બચત થઇ શકે. ભારતે જયારે આયાતી કોલસા પરની નિર્ભરતા ઘટાડવા માટે ૪૧ કોલ માઇનીંગ બ્લોકની હરાજી કરવાનું નકકી કર્યુ છે. ત્યારે જ આ રિપોર્ટ જાહેર થયો છે.

ભારત પાસે સરપ્લસ પાવર જનરેશન કેપેસીટી હોવા છતાં ઘણી બધી ડીસ્કોમ કંપનીઓ નાણાભીડ અનુભવી રહી છે. લેખકોના મતે આના માટેના મુખ્ય કારણોમાં ખેતીને મફત વીજળી અને પાવર ચોરી છે. બીજું એક કારણ ઘણાં રાજયોએ ઇન્સ્ટોલ્ડ કેપેસીટી આધારિત પ્રોજેકશન કરેલ છે જે ખરેખર જરૂરીયાત કરતા ઘણું વધારે છે. તેના કારણે ઇલેકટ્રીસીટી સીસ્ટમમાં મોટી ઓવરકેપેસીટી થઇ છે અને તેની ફીકસ્ડ કોસ્ટનો બોજ ડીસ્કોમ કંપનીઓ પર પડે છે. તે ઉપરાંત મફત અને સબસીડીવાળા પાવરના પૈસાનું સરકાર દ્વારા થતું મોડું સબસીડીવાળા પાવરના પૈસાનું સરકાર દ્વારા  થતું મોડું ચુકવણું ડીસ્કોમ કંપનીઓની નાણાભીડમાં વધારો કરે છે.

(1:14 pm IST)