Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

શહેરમાં બપોર સુધીમાં વધુ ૪૯ રિપોર્ટ પોઝિટિવઃ કુલ કેસનો આંક ૩૮૧૫ થયો

ગઇકાલે ૧૯૮ દર્દીઓ સાજા થતા કુલ ૨૦૧૬ લોકો ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૫૩.૫૩ ટકા થયો

રાજકોટ તા.૭: કોરોના મહામારી સાથે તંત્ર સતત લડી રહ્યા છે. પરંતુ રોજબરોજ નવા કેસ સામે આવતા જ રહે છે. ગઇકાલે રેકોર્ડ બ્રેક ૧૦૧ કેસ નોંધાયા હતા .  તો વધુ ૧૯૮ દર્દીઓ સાજા પણ થયા છે. આજે બપોરે કોરોના નવા ૪૯ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.નવા નોધાયેલા દર્દીઓની સારવાર તથા તેના સંપર્કમાંં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  નવા ૪૯ કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૮૧૫ પોઝિટિવ  કેસ નોંધાઇ ચુકયા છે. તે પૈકી ૨૦૧૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૩.૫૩ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે શહેરમાં કુલ ૫૨૪૧ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં ૧૦૧ કેસ નોંધાતા  પોઝિટિવ રેટ ૧.૯૨ ટકા થયો છે.

નોંધનીય છે કે  છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ મહિનાથી આજ દિન સુધીમાં ૯૦,૬૦૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેઇટ ૪.૧૪ ટકા  નોંધાયો છે.

વોર્ડ નં.૨માં ૧૦૦ વ્યકિતઓના એન્ટીજન ટેસ્ટ કરાયાઃ ૧૪ને કોરોના

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ યોજી કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોનાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.જે અંન્વેય ગઇકાલે વોર્ડ નં.૨નાં રામેશ્વર ચોક વિસ્તારમાં ૧૦૦ વ્યકિતઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા ૧૪ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામને સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.

(3:03 pm IST)