Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ઘરના ઘરનું સ્‍વપ્‍ન સાકાર કરવા માટે ટોપ-10 બેન્‍કો દ્વારા 7 ટકાથી પણ ઓછા વ્‍યાજદરે લોનની સુવિધા

નવી દિલ્હીઃ ઘર લેવાની તૈયારી કરી રહ્યાં હોવ અને તે વિચારી રહ્યાં છે કે સૌથી સસ્તી હોમ લોન ક્યાં મળશે, તો અમે તમને જણાવી રહ્યાં છીએ દેશની તે ટોપ-10 બેન્ક જે સસ્તી હોમ લોન તમને આપી શકે છે. તેમાં  SBI, HDFC, ICICI જેવી દિગ્ગજ બેન્ક સામેલ છે. હાલમાં આ બેન્કોએ પોતાના વ્યાજદરમાં ઘટાડાની પણ જાહેરાત કરી છે. આ ટોપ-10 બેન્કોમાં ઘણાનો વ્યાજદર 7 ટકાથી પણ ઓછો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા  (RBI)એ હાલના દિવસોમાં ઘણીવાર રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ જૂન 2020મા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો. તેનાથી ઘણી બેન્કોએ પોતાના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ તે બેન્કોનું લિસ્ટ છે જે તમને સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે.

બેન્ક                                     

વ્યાજદર

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા  

6.85% - 7.75%

બેંક ઓફ ઇન્ડિયા             

6.85% - 7.75%

સેન્ટ્રલ બેંક                   

6.85% - 7.30%

કેનરા બેંક                  

6.90% - 8.90%

એસબીઆઇ                

6.95% - 7.10%

એચડીએફસી              

6. 6.95% - 7.10%

આઈસીઆઈસીઆઈ     

6. 6.95% - 7.60%

પીએનબી                    

7.00% - 7.60%

બેન્ક ઓફ બરોડા          

7.25% - 8.25%

યુકો બેંક                     

7.15% - 7.25%

સસ્તી લોન મળવાની શરત

લોન લેતા પહેલા તમારે તે યાદ રાખવું જોઈએ કે બેન્ક લોન પ્રોસેસિંગ ફી પણ ચાર્જ કરે છે, જે દરેક બેન્કની અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે તે કુલ લોનના 0.25 ટકાથી લઈને 0.50 ટકા સુધી હોય છે. ઘણી બેન્ક 1.25% સુધી પણ પ્રોસેસિંગ ફી લે છે, જેમ કે કોટક મહિન્દ્રા બેન્ક અને HDFC લિમિટેડ. એક વાત યાદ રાખો કે બેન્ક સસ્તી હોમ લોનનો દાવો કરે છે, પરંતુ તમને તે સસ્તી લોન આપશે કે નહીં, તે એ વાત પર નિર્ભર છે કે તમારો સિબિલ સ્કોર કેટલો છે. તમે ઈચ્છો કે બેન્ક તમને સસ્તી લોન આપે તો તમારો સિલિબ સ્કોર 700 કે તેનાથી વધુ હોવો જોઈએ.

(4:59 pm IST)