Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કોરોના દુનિયામાં કાળ બનીને ત્રાટકયોઃ મહામારીથી દુનિયાભરમાં ૧૦ કરોડથી વધારે લોકો અત્‍યાધિક ગરીબીમાં ફસાશે

ચીનમાં આવેલ સંયુકત રાષ્‍ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમના મહા અહમદએ ૬ સપ્‍ટેમ્‍બરના કહ્યુ છે કે નવા કોરોના વાયરસ મહામારીને કારણે આ અનુમાન છે કે આ વર્ષ ૭ કરોડથી ૧૦ કરોડ લોકો અત્‍યાધિક ગરીબીમાં ફસાસે વર્તમાનમાં સંયુકત રાષ્‍ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ ૧૦ કરોડ લોકોની ખાદ્ય જરૂરતોને પુરી કરવા માટે સક્રિયરીતે સંશાધન મેળવી રહ્યા છે. ૬ તારીખના ૨૩મા ચીન કૃષિ ઉત્‍પાદ પ્રસંસ્‍કારણ ઉદ્યોગ નિવેશ અને વ્‍યાપાર મેલાનુ ચીનના હનાન પ્રાંતના શહેરમા ઉદઘાટિત થયું.

અહમદએ ઉદ્‌ઘાટન સમારોહમાં કહ્યુ સંયુકત રાષ્‍ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમના અનુમાનો અનુસાર મહામારીથી પહેલા ૭૯ દેશોમાં ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરવો પડશે. 

(9:38 pm IST)