Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

મહારાષ્‍ટ્ર સરકારમાં સાધુ સંતો સુરક્ષિત નથીઃ અખાડા પરિષદના અધ્‍યક્ષશ્રી મહંત નરેન્‍દ્રગીરીની વ્‍યથા

પ્રયાગરાજઃ અયોધ્‍યામાં શ્રીરામ મંદિર નિર્માણ પ્રક્રિયા સાથે દેશના સંત-મહાત્‍મા હવે કાશી અને મથુરાની મુકિત માટે આંદોલત કરશે સંતોનુ સૌથી મોટુ સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદએ આ સંબંધમાં એક પ્રસતાવ પ્રસાર કર્યો.

અખાડા પરિષદની સંગમ નગરીમાં આયોજિત બેઠકમાં આઠ મહત્‍વપૂર્ણ પ્રસ્‍તાવ પસાર થયા કાશી વિશ્વનાથ મંદિર અને મથુરામાં આવેલ શ્રી કૃષ્‍ણ જન્‍મભૂમિ સ્‍થળને મુકત કરાવવા માટે અખાડા પરિષદ સર્વપ્રથમ આપસી સહમતિ બનાવવાની વાતકરશે. આમ સહમતિથી કામ નહી થાય તો અયોધ્‍યાની જેમા કાશી અને મથુરા મુદો પણ ન્‍યાયપાલિકાનું શરણ લેશે આ કાર્યમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય સેવક સંઘનો પણ સહયોગ લેવાશે.

(10:08 pm IST)