Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

હવાલા રેકેટ કેસ :ચીની નાગરિક લી પેંગના મોબાઇલ ફોનમાંથી 3500 કરોડનો લંડનની બેન્કનો ડ્રાફ્ટ મળ્યો

HSBC બેંક ઇન્ડિયાએ ભારતીય અધિકારીઓને જવાબ આપવા નનૈયો ભણ્યો

નવી દિલ્હી : ચીની નાગરિક લી પેંગના મોબાઇલ ફોનમાંથી સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ મળી આવ્યો છે. આ ડ્રાફ્ટ HSBC બેંક લંડનનો છે

  ચીની નાગરિક લી પેંગ પર આવકવેરા વિભાગે ગત મહિને દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 1 હજાર કરોડનું હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ વ્યક્તિનો સંબંધ ચીની દૂતાવાસના કેટલાક અધિકારીઓ સાથે પણ છે. સાથે જ આ શખ્સ પર બૌદ્ધ ગુરૂ દલાઇ લામાની જાસૂસી કરવાનો પણ આરોપ લાગ્યો છે.

ચીની નાગરિક લી પેંગ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો એવા સમયે જ્યારે આ શખ્સના મોબાઇલ ફોનથી ડિલીટ કરવામાં આવેલી જાણકારીને તપાસ એજન્સીઓએ રિકવર કરી. આ દરમિયાન તેના મોબાઇલ ફોનથી 500 મિલિયન ડોલર એટલે કે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પણ મળી આવ્યા છે. આ ડ્રાફટ HSBC બેંક લંડન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ હવાયંગ જિયોંગ નામના વ્યક્તિના નામનો હતો. ડ્રાફ્ટ 9 નવેમ્બર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 તપાસ એજન્સીઓ જાણવા માગે છે કે, સાડા ત્રણ હજાર રૂપિયાનો ડ્રાફ્ટ પેંગના મોબાઇલમાં કેમ હતો. આ પૈસા ભારત દ્વારા લંડન ગયા અથવા પૈસા ચીનના હવાલાથી ભારત થઇને લંડન મોકલવામાં આવ્યા. આ પૈસા કોઇ કામ માટેના હતા. તપાસ એજન્સીઓએ આ દસ્તાવેજો અને ડ્રાફ્ટને લઇને HSBC બેંક ઇન્ડિયા સાથે પણ વાતચીત કરી હતી. પરંતુ તે અંગે સ્પષ્ટ કોઇ જાણકારી આપવાથી નનૈયો ભણ્યો હતો. આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, આ ડ્રાફ્ટ જે અધિકારીના હસ્તાક્ષર છે તે લંડનમાં જ તૈનાત છે. 

(10:24 pm IST)