Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કંગનાની પ્રોડક્શન કંપનીની ઓફિસ પર BMCનો દરોડો :એક્ટ્રેસે વિડિઓ કર્યો શેર : કહ્યું સપનું તૂટવાનો સમય આવ્યો

જબરદસ્તી ઓફિસમાં ઘુસી ગયા અને માપણી કરવા લાગ્યાં. કંગનાને ધડાધડ વિડિઓ શેર કર્યા

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌટની પ્રોડક્શન કંપનીની ઓફિસ પર BMCએ દરોડો પાડ્યો છે, કંગનાએ પોતે આ માહિતી તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે. કંગનાએ પહેલાં તેની ઓફિસનો વીડિયો શેર ક્યો હતો અને લખ્યું છે કે, 'આ મુંબઇમાં મણિકર્ણિકા ફિલ્મસની ઓફિસ છે. જેમાં મે પંદર વર્ષની મહેનતથી કમાઇ છે. મારું જીવનમાં એક જ સપનું હતું જ્યારે પણ ફિલ્મ નિર્માતા બનું ત્યારે મારી પોતાની ઓફિસ હોય પણ લાગે છે કે મારું સપનું તુટવાનો સમય આવી ગયો છે. આજે અચાનક જ BMCનાં લોકો આવ્યા.'


કંગનાએ બીજો વીડિયો શેર કર્યો છે જેમાં BMCનાં લોકો કંગનાની ઓફિસમાં તમામ વસ્તુઓ માપી રહ્યાં છે. આ વીડિયો શેર કરતાં કંગનાએ લખ્યું કે, 'તે જબરદસ્તી મારી ઓફિસમાં ઘુસી ગયા અને માપણી કરવા લાગ્યાં. જ્યારે મારા પાડોશીઓએ આપત્તી જતાવી તો તેમને પણ પરેશાન કરવા લાગ્યા.

અધિકારીઓની ભાષા કંઇક આ પ્રકારની હતી, વો જો મેડમ હે.. ઉસકી કરતૂતત કા પરિણામ સબકો ભરના હોગા..' મને સૂચિત કરવામાં આવ્યું છે કે, કાલે મારી પ્રોપર્ટીને પાડવામાં આવી રહી છે

કંગનાએ ત્રીજી ટ્વિટ શેર કરી છે જેમાં તે લખે છે કે, 'મારી પાસે તમામ કાગળ છે અને BMCની પરમિશન પણ છે. મે મારી પ્રોપ્રટીમાં કંઇ જ ગેરકાયદે નથી કર્યું. BMCએ સ્ટ્રક્ચર પ્લાન મોકલવો જોઇએ. એ દર્શાવવા કે ક્યાં ગેરકાયદે બાંધકામ થયુ છે., તે પણ નોટિસની સાથે. પણ તેમણે આજે મારી ઓફિસ પર રેઇડ મારી. કોઇ જ નોટિસ વગર.. અને કાલે બધુ જ ધ્વસ્ત કરી દેશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કંગના અને સંજય રાઉત વચ્ચેની બબાલે મોટું રૂપ ધારણ કરી દીધુ છે. બંને વચ્ચે થયેલી શાબ્દિક બોલાચાલી હવે મોટુ રૂપ લઇ રહી છે. એક તરફ કંગનાએ 9 સ્પટેમ્બરનાં મુંબઇ આવવાની જાહેરાત કરી દીધી છે તો બીજી તરફ BMC દ્વારા મુંબઇ સ્થિત તેની ઓફિસ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે.

બીજી તરફ સંજય રાઉત અને શિવસેના દ્વારા કંગના માટે જે પ્રકારની ભાષા ઉચ્ચારવામાં આવી હતી તે બદલ કંગનાએ કેન્દ્ર સરકાર પાસે પ્રોટેક્શનની માંગણી કરી હતી જે બાદ તેને Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. જે અંગે કંગના રનૌટે ટ્વિટ કરીને અમિત શાહનો આભાર માન્યો છે

(11:02 pm IST)