Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

શાસક જો આવા હિંમતવાળા હોય તો પ્રજામાં કેવું જોમ આવે ?: જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા બજારમાં દુકાનદારોને મળ્યા

કોરોનામાં એમને શું તકલીફ પડી, હાલમાં શું તકલીફ છે તેમના પ્રશ્નો શું છે તે અંગે ખાસ પૂછપરછ અને વાર્તાલાપ કર્યો.

 

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ગવર્નર રુવાબ છોડીને જમ્મુની બજારોમાં લટાર મારવા નીકળી પડ્યા. બજારના દુકાનદારોને મળ્યા કોરોનામાં એમને શું તકલીફ પડી, હાલમાં શું તકલીફ છે તેમના પ્રશ્નો શું છે તે અંગે ખાસ પૂછપરછ અને વાર્તાલાપ કર્યો. પ્રકારનું દ્રશ્ય દરેક રાજ્યોમાં જોવા મળે તો કેટલું સારું..તેવી લોકોમાં ચર્ચા જાગી છે.

(12:03 am IST)