Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કંગના રણૌત અનેસંજય રાઉતના વિવાદમાં સીએમ કુદયા : નામ લીધા વિના ટોણો માર્યો

કંગના ભાજપનું ‘પોપટ’: સુરક્ષા આપવાનો કેન્દ્રનો નિર્ણય રાજકીય છે:રાહત અને પુનર્વસન મંત્રી

મુંબઇઃબૉલીવુડ એક્ટ્રેસ કંગના રણૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે સીએમ ઉદ્ધવ ઠાકરે પણ કૂદયા છે. તેમણે કંગનાનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો મુંબઇમાં આવી નામ અને પૈસા કમાવે છે, પણ આભાર નથી માનતા.

અભિનેત્રી કંગનાએ મુંબઇની તુલના POK( પાક. અધિકૃત કાશ્મીર) સાથે કરતા મહારાષ્ટ્રમાં શિવસેના લાલધૂમ થઇ છે. રોજ બંને પક્ષેથી શાબ્દિક ટપાટપી થઇ રહી છે. જેને લીધે ગૃહમંત્રી અમિત શાહે કંગનાને Y પ્લસ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે.

આ મામલો લાસ્ટિકની જેમ વધુ ખેંચાઇ રહ્યે છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કંગનાનું નામ લીધા વિના ટોણો મારતા જણાવ્યું કે,કેટલાક લોકો જ્યાંથી રોજગાર કમાવે છે, કામ ધંધો શરુ કરે છે, તે શહેરનો ઉપકાર માનતા નથી. કેટલાક લોકો મુંબઇ આવી નામ કમાવે છે, પૈસો કમાવે છે, પરંતુ તેનો આભાર માને છે, તો કેટલાક નથી માનતા

 સોમવારે વિધાનસભામાં શોક પ્રસ્તાવ પર બોલતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો જ્યાં આજીવિકા મેળવે છે, તે શહેરના ઋણી હોય છે, પરંતુ કેટલાક નથી હોતા. CM ઠાકરેએ મહારાષ્ટ્રના પૂર્વ શિવસેના ધારાસભ્ય અને મંત્રી અનિલ રાઠોરને શ્રદ્ધાંજલિ અર્પતા આ ટિપ્પણી કરી હતી. અનિલ રાઠોરમાં તાજેતરમાં જ નિધન થયું હતું.

કેન્દ્ર સરકાર તરફથી કંગનાને મળેલી Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાના નિર્ણયને મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે રાજકારણથી પ્રેરિત ગણાવ્યો.

તેમણે આરોપ લગાવ્યો કે કંગના ભાજપનું ‘પોપટ’ છે. કંગનાને સુરક્ષા આપી કેન્દ્ર અને ભાજપે મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર વિરુદ્ધ કરાયેલી તેની ટિપ્પણીને સમર્થન આપ્યું છે. જે રાજ્યના લોકો સાથે વિશ્વાસઘાત છે.

(12:34 am IST)