Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પાકિસ્તાનમાં સૈન્ય અડ્ડો બનાવવાની ફિરાકમાં ડ્રેગન : મિલિટ્રી લોજિસ્ટિક માટે ડઝનેક દેશો પર ડોળો : પેન્ટાગોનનો રિપોર્ટ

ચીને પોતાનું ઠેકાણું બનાવવા માટે પાકિસ્તાન સહિત લગભગ એક ડઝન દેશોને પસંદ કર્યાં છે. દાવો અમેરીકાના ડિફેન્સ વિભાગની વાર્ષિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. અમેરીકન કોંગ્રેસને સોંપવામાં આવેલા મિલિટ્રી એન્ડ સિક્યોરિટી ડેવલપમેં ઈન્વોલ્વિંગ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના 2020 રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન દેશોમાં સામેલ છે જેને બૈજીંગે મિલિટ્રી લોજિસ્ટિક ફેસિલિટિ માટે પસંદ કર્યું છે.

ગત અઠવાડિયે પ્રકાશિત અમેરીકાના રિપોર્ટ અનુસાર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈન(PRC) પોતાના વૈશ્વિક લોજિસ્ટિક અને આધારભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માંગે છે. પીપલ્સ લિબરેશન આર્મી(PLA)ની સૈન્ય ક્ષમતાને વધારે અંતર સુધી જાળવી રાખવા કવાયત કરવામાં આવી રહી છે.

રિપોર્ટ જણાવે છે કે, જિબાઉતીના હાલના બેઝ સિવાય PRC પોતાની નેવલ, એર અને ગ્રાઉન્ડ ફોર્સને વધારાની વૈશ્વિક મિલિટ્રી લોજિસ્ટિક ફેસિલિટિ આપવા પર વિચાર કરી વિશે યોજના બનાવી રહી છે. PLAની મિલિટ્રી લોજિસ્ટિક ફેસિલિટિ માટે સંભવત: તેણે મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપુર, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, શ્રીલંકા, સંયુક્ત અરબ અમિરાત(UAE), કેન્યા, સેશેલ્સ, તંજાનિયા, અંગોલા અને તાજિકિસ્તાનને સંભવિત લોકેશન તરીકે પસંદ કર્યાં છે.

પેંટાગન અનુસાર ચીનના સંભવિત ચાઈનિઝ બેઝને જિબૂતીમાં ચીની સૈન્ય કેમ્પના વધારાના છે, જેનો ઉદ્દેશ્ય નૌસેના, વાયુ સેના અને ગ્રાઉન્ડ ફોર્સના કાર્યોને વધારે મજબૂતી આપવાનું છે. વૈશ્વિક PLAના સેન્ય કેમ્પનું નેટવર્ક અમેરીકી સૈન્ય અભિયાનોમાં હસ્તક્ષેપ કરી શકે છે અને પીઆરસીના વૈશ્વિક સૈન્ય ઉદ્દેશ્યો હેઠળ અમેરીકા વિરુદ્ધ આક્રમક અભિયાનોમાં સહયોગ પહોંચાડી શકે છે.

(1:15 am IST)