Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ આપ્યા નિવૃત્તિના સંકેત: કહ્યું - 'ફિફા વર્લ્ડ કપ મારી છેલ્લી ટૂર્નામેન્ટ હશે

મેસ્સીએ કહ્યું છે કે, "2022નો કતાર વર્લ્ડ કપ તેનો છેલ્લો હશે.

મુંબઈ : આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીના રિટારયમેન્ટ લેવા ના સંકેત આપ્યા છે,મેસ્સીએએ સેબેસ્ટિયન વિગ્નોલો સાથેની વાતચીતમાં ફૂટબોલમાંથી સંન્યાસ લેવાનો આ સંકેત આપ્યો છે. મેસ્સીએ વાતચીતમાં કહ્યું છે કે, "2022નો કતાર વર્લ્ડ કપ તેનો છેલ્લો હશે."

“હું વર્લ્ડ કપ સુધીના દિવસો ગણી રહ્યો છું. "સત્ય એ છે કે, થોડી ચિંતા પણ છે, શું થવાનું છે? તે (ફિફા વર્લ્ડ કપ) મારી છેલ્લી ટૂર્નામેન્ટ છે, તે કેવી રીતે જશે?'. એક તરફ, હું તેના આવવાની રાહ જોઈ શકતો નથી પરંતુ આ ટૂર્નામેન્ટ સારી રીતે જાય તે માટે હું ચિંતિત પણ છું."

આર્જેન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ પુષ્ટિ કરી છે કે, આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે તો તેણે કહ્યું કે હા, તે એકદમ છેલ્લો છે. તમને જણાવી દઈએ કે 2022 પછી આગામી ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં થશે અને ત્યારે લિયોનેલ મેસ્સી 39 વર્ષનો થઈ ગયો હશે. 

આ જ કારણ છે કે મેસ્સીએ ગત વર્લ્ડ કપ પહેલાં જ કન્ફર્મ કરી દીધું છે. 35 વર્ષીય લિયોનેલ મેસ્સીએ કહ્યું કે, હું શારીરિક રીતે વધુ સારું અનુભવી રહ્યો છું, મને આશા છે કે વર્લ્ડ કપ પહેલા પણ મારી સિઝન સારી રહેશે. આ મારી પહેલી વાર નથી, હું ઈજામાંથી પાછો આવ્યો છું અને હવે સારું અનુભવું છું. હવે હું વર્લ્ડ કપના દિવસો જ ગણી રહ્યો છું

(12:57 am IST)