Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પહાડી વિસ્તારમાં ફરીથી બરફવર્ષા શરૂ : મેદાનોમાં વરસાદનું એલર્ટ : ક્યાંક કરા પાડવાની પણ શકયતા

દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરી રાજસ્થાનમાં વરસાદ થવાના અણસાર: મધ્ય પ્રદેશમાં ઓલાવૃષ્ટિનું એલર્ટ: રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાત જેવી સ્થિતી સર્જાશે

દિલ્હી સહિત કેટલાય રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારો તથા હિમાચલ, ઉત્તરાખંડ તથા જમ્મુ કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહ્યો છે. આ તમામની વચ્ચે હવામાન વિભાગે મેદાન વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે. આવનારા દિવસોમાં પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત કેટલાય રાજ્યોમાં વરસાદ થશે.

ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારથી રવિવાર વચ્ચે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરી રાજસ્થાનમાં વરસાદ થવાના અણસાર છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે, આ દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 9થી 11 જાન્યુઆરી વચ્ચે વિદર્ભ અને છત્તીસગઢમાં હળવા વરસાદનું અનુમાન જતાવામાં આવી રહ્યું છે.

પહાડો પર ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારો માટે ખતરનાક ઓલાવૃષ્ટિ અને ગર્જના સાથે વરસાદ થવાની ખૂબ સંભાવના છે. મધ્ય પ્રદેશ હવામાન વિભાગે તમામ જિલ્લામાં વિજળી સાથે વરસાદ થવાની સંભાવના જતાવી છે. સાથે જ 12 જિલ્લામાં વિજળીની ચમકની ઓલાવૃષ્ટિ માટે એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 11 જિલ્લામાં મધ્યમ ધુમ્મસ રહેવાની સંભાવના છે.

પશ્ચિમ વિક્ષોભ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં બનેલું છે. પશ્ચિમી વિક્ષોભ જે ઉત્તરી પાકિસ્તાનની ઉપર છે. તો પશ્ચિમી હિમાલયને પ્રભાવિત કરનારું છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાત જેવી સ્થિતી રહેશે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, ગિલગીટ-બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ ચાલું રહેશે.

બિહારના કેટલાય જિલ્લામાં વરસાદ થવાનું અનુમાન જતાવામાં આવી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આઠ જાન્યુઆરી બાદ બિહારના છ જિલ્લામાં ખાસ કરીને વૈશાલી, સારણ, સિવાન, મુઝફ્ફરપુર, મધુબની, સીતામઢી અને શિવહરમાં વરસાદ થઈ શકે છે.

(12:00 am IST)