Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોનાની સુનામીમાં ડૂબ્યુ વિશ્વ

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા અધધ ૨૭ લાખથી વધુ કેસ

વિશ્વમાં ૭૨ કલાકમાં જ પોણો કરોડ કેસઃ શ્લ્માં ૨૪ કલાકમાં ૮.૫૦ લાખ નવા કેસ, એક્ટિવ કેસ હવે પોણા બે કરોડ, કુલ કેસ હવે ૬ કરોડને પાર

ન્યૂયોર્ક તા. ૮: વિશ્વમાં આજે કોરોનાનાં કેસે ફ્રી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. સતત વધતા કેસથી દુનિયાનાં મોટાભાગનાં દેશ ચિંતામાં આવી ગયા છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો વિશ્વમાં ૨૭ લાખથી વધુ કેસ નોંધાયા છે.
વિશ્વમાં છેલ્લા ૭૨ કલાકમાં જ પોણા કરો઼ડ કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. અહી ૨૪ કલાકમાં કોરોનાનાં ૮.૫૦ લાખ નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં એક્ટિવ કેસ હવે પોણા બે કરોડ થઇ ગયા છે. વળી કુલ કેસની સંખ્યા ૬ કરોડને પાર કરી ગઇ છે.
દુનિયામાં વધતા કોરોનાનાં કેસ હવે જાણે સુનામી લાવી રહ્યા છે. સૌથી વધુ પ્રવાસી દેશ ફ્રાન્સમાં પણ કોરોના બેકાબુ બન્યો છે. અહી ૨૪ કલાકમાં ૩.૨૮ લાખ કોરોનાનાં કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં એક્ટિવ કેસ ૨૯.૩૩ લાખ થઇ ગયા છે. ઉંપરાંત યુએસમાં પણ પરિસ્થિતિ બહુ સારી નથી. અહી છેલ્લા ૨૪ કલાકમાં ૧.૭૮ લાખ કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. અહી એક્ટિવ કેસ હવે ૩૩.૭૪ લાખ થઇ ગયા છે. સ્પેનની વાત કરીએ તો અહી છેલ્લા ૨૪ કલાકમાં ૧.૧૫ લાખ, ઈટાલીમાં ૧.૦૮ લાખ, ઓસ્ટ્રેલિયામાં ૭૮ હજાર કોરોનાનાં ફ્રાન્સમાં બેકાબુ કોરોનાથી ખળભળાટ મચ્યો છે.

ફ્રાન્સમાં ૨૪ કલાકમાં જ ૩.૨૮ લાખ કેસ
ફ્રાન્સમાં એકટીવ કેસ ૨૯.૩૩ લાખ કેસ
શ્ધ્માં ૨૪ કલાકમાં ૧.૭૮ લાખ નવા કેસ
શ્ધ્માં એક્ટિવ કેસ હવે ૩૩.૭૪ લાખ
સ્પેનમાં ૨૪ કલાકમાં ૧.૧૫ લાખ નવા કેસ
ઇટાલીમાં ૨૪ કલાકમાં ૧.૦૮ લાખ કેસ
ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં ૭૮ હજાર કેસ


 

(10:23 am IST)