Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

દુનિયામાં કોરોનાનો હાહાકાર કેસો ૩૦ કરોડને પારઃ કુલ મૃત્યુઆંક ૫૪.૭૫ લાખને પાર

અનેક દેશોએ નિયંત્રણો લાગુ કર્યા

નવી દિલ્હી તા. ૮: કોરોના મહામારી આ વર્ષે ત્રીજા વર્ષમાં પ્રવેશી તે સાથે દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૦ કરોડનો આંક (૩૦૦,૫૫૯,૫૧૬) પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક ૫૪,૭૪,૫૨૬ થયો છે. તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ ૯.૩૩ અબજ ડોઝ આપવામાં આવ્યા હોવાનું જહોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફેર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગં જણાવ્યું હતું.
કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે. યુએસમાં કોરોનાના સૌથી વધારે ૫,૮૪,૮૯,૨૬૮ કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક ૮,૩૩,૯૯૬ નોંધાયો છે. કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં ૩૫,૧૦૯,૨૮૬ નોંધાયા છે અને ૪,૮૨,૮૭૬ જણાના મોત થયા છે. જયારે બ્રાઝિલમાં કોરોનાના કુલ ૨૨,૩૨૮,૨૫૨ કેસો અને ૬,૧૯,૬૫૪ મોત નોંધાયા છે.
દુનિયામાં એક કરોડ કરતાં વધારે કેસો નોંધાયા હોય તેવા દેશોમાં યુકે ૧૪,૧૦૦,૩૦૩, ફ્રાન્સ ૧૧,૨૮૮,૭૦૪ અને રશિયા ૧૦,૪૨૦,૮૬૩નો સમાવેશ થાય છે. જયારે બે લાખ કરતાં વધારે મોત જયા થયા છે તેવા દેશોમાં રશિયા ૩,૦૭,૪૮૮, મેક્સિકો ૨,૯૯,૮૪૨ અને પેરૂ ૨,૦૨,૯૦૪નો સમાવેશ થાય છે.

 

બીજી તરફ્ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૨૭ ડિસેમ્બરથી બીજી જાન્યુઆરીના અઠવાડિયા દરમ્યાન દુનિયામાં કોરોનાના નવા ૯૫ લાખ કેસો નોંધાયા હોવાનું જણાવ્યું હતું. હૂના વડા ડો. ટેડરોસ ઘેબ્રેયેસસે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ઓમિક્રોનના કેસોની સુનામી આવવાને કારણે દુનિયાભરમાં આરોગ્ય તંત્ર ખોરવાઇ રહ્યા છે.

આ અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ૭૧ ટકાનો વધારો નોંધાયો હતો અને નવા મોતની સંખ્યામાં દસ ટકાનો ઘટાડો નોંધાયા હતો. બીજી જાન્યુઆરીએ દુનિયામાં કુલ ૨૮૯ મિલિયન કેસો અને ૫.૪ મિલિયન મોત નોંધાયા હતા. અમેરિકામાં સાાહિક કેસોમાં સૌથી વધારે વધારો ૧૦૦ ટકા અમેરિકામાં, સાઉંથ ઇસ્ટ એશિયામાં ૭૮ ટકા, યુરોપમાં ૬૫ ટકા, ઇસ્ટર્ન મેડિટેરિયનમાં ૪૦ ટકા અને વેસ્ટર્ન પેસેફ્કિમાં ૩૮ ટકાનો વધારો નોંધાયો હતો.

ચીનમાં લોકડાઉંન લાદવાને કારણે બે ચીપ પ્રોસેસર્સની કામગીરીને અસર થવાને કારણે દુનિયાભરમાં ફ્રી ચીપની અછત સર્જાવાનો ભય ઉંભો થયો છે. ૧૩ મિલિયન લોકોની વસ્તી ધરાવતાં શિઆન શહેરમાં લોકડાઉંન થવાને કારણે સ્માર્ટફેન, ઓટો પાર્ટસ અને અન્ય માલસામાનનું ઉંત્પાદન ખોરવાઇ ગયું છે. યુએસમાં રસીકરણ પર ભાર મુકીને આર્થિક અસર ઘટાડવા પર ભાર મુકવામાં આવે છે.

દરમ્યાન હોંગકોંગમાં બર્થ ડે પાર્ટીમાં બે મહેમાનો કોરોના પોઝિટિવ જણાતાં ૧૭૦ જણાને ક્વોરન્ટાઇન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હોંગકોંગના નેતાએ સરકારી અધિકારીઓએ બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી તે બાબતે નારાજી વ્યક્ત કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં પબ-નાઇટ ક્લબો બંધ

દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં ન્યુ સાઉંથવેલ્શમાં કોરોનાના નવા ૩૮,૬૨૫ કેસો નોંધાયા હતા જેના પગલે પબ-નાઇટ ક્લબો બંધ કરાવી દેવામાં આવ્યા હતા. બીજી તરફ્ યુકેમાં નેશનલ હેલ્થ સર્વિસની હોસ્પિટલોમાં સ્ટાફ્ની તંગી સર્જાવાને કારણે યુકેના સશસ્ત્ર દળોના ૨૦૦ જવાનોને હોસ્પિટલોમાં તહેનાત કર્યા છે.

યુકેના સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણ સાહમાં તેઓ ૪૦ ડિફ્ેન્સ ડોક્ટરી અને ૧૬૦ જનરલ ડયુટિ સ્ટાફ્ પુરો પાડવામાં આવશે. સમગ્ર યુકેમાં સશસ્ત્ર દળોના ૧૮૦૦ જવાનો હાલ મહામારી દરમ્યાન હોસ્પિટલોમાં સહાય આપી રહ્યા છે. દરમ્યાન નેપાળમાં ઓમિક્રોનના ૨૪ કેસો સાથે કોરોનાના કુલ ૯૬૮ કેસો નોંધાયા છે. જેમાંથી ૨૬૮ જણા સાજા થઇ ગયા હતા.



 

(10:25 am IST)