Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વિશ્વમાં કોરોનાના કેસ ૩૦ કરોડને વળોટી ગયાઃ ૫૪ લાખથી વધુ લોકોના મોત નિપજ્યા

વોશિંગ્ટનઃ કોરોના મહામારી આ વર્ષે ત્રીજા વર્ષમાં પ્રવેશી છે. તે સાથે દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૦ કરોડનો આંક (૩૦,૦૫,૫૯,૫૧૬)પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક  ૫૪,૭૪,૫૨૬ થયો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના જણાવ્યું અનુસાર, દુનિયામાં કોરોના રસીના કુલ ૯.૩૩ અબજ ડોઝ આપવામાં આવ્યા હતા. (એકલા ભારતમાં ૧.૫૦ અબજ ડોઝ) આપવામાં આવ્યા છે.
કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે. યુએસમાં કોરોનાના સૌથી વધારે  ૫,૮૪,૮૯,૨૬૮ કેસો નોંધાયા છે અને કુલ કોરોના મૃત્યુ આંકડો ૮,૩૩,૯૯૬ નોંધાયો છે. કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં ૩,૫૧,૦૯,૨૮૬ નોંધાયા છે અને ૪,૮૨,૮૭૬ લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝિલમાં કોરોનાના કુલ ૨,૨૩,૨૮,૨૫૨ કેસો અને ૬,૧૯,૬૫૪ મોત નોંધાયા છે.દુનિયામાં એક કરોડ કરતાં વધારે કેસો નોંધાયા હોય તેવા દેશોમાં યુકે, ફ્રાન્સ અને રશિયાનો સમાવેશ થાય છે. જ્યારે બે લાખ કરતાં વધારે મોત જ્યા થયા છે તેવા દેશોમાં રશિયા, મેક્સિકો  અને પેરૂનો સમાવેશ થાય છે.


 

(10:55 am IST)