Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ભારતીયોની આવક ૧ર% અને કૃષી ક્ષેત્રે ૩.૯% વધવાની આશા

નવી દિલ્હી તા. ૮ઃ.. કેન્દ્ર સરકારે ગઇકાલે નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે આર્થીક વિકસ દરથી અનુમાનીત આંકડાઓ જાહેર   કર્યા છે, જે મુજબ જો રાષ્ટ્રીય આવકને દેશના બધા લોકો વચ્ચે બરાબર - બરાબર વિભાજીત કરવામાં આવે તો દરેક ભારતીયોની આવક ચાલુ વર્ષમાં ૧ર ટકા વધી જશે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં દેશના પ્રતિ વ્યકિતની આવક પ્રી-કોવીડ કાળ ર૦૧૦ થી ર૦ર૦ ની સરખામણીએ ૧ર ટકા વધવાની આશા છે.
કોરોના કાળની તુલનાઓ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રતિ વ્યકિત આવક ૧૭ ટકા વધવાની સંભાવના છે.
દેશના પ્રતિ વ્યકિતની આવક રૂા. ૧.ર૯ લાખથી વધીને રૂા. ૧.પ૦ લાખ થવાની આશા છે. નેશનલ સ્ટેડીસ્ટીકસ ઓફીસ (એનએસઓ) તરફથી જાહેર આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વાસ્તવિક વિકાસ દર એટલે કે રીયલ જીડીપી ૯.ર ટકાના દરે વધશે.

(11:40 am IST)