Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કાશ્‍મીરમાં ફરી હિમવર્ષા શરૂ : હવાઈ સેવા સાથે રેલ સેવા પ્રભાવિત : જમ્‍મુ-શ્રીનગર હાઈવે પણ બંધ : ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના સાથે ૯ જાન્‍યુઆરી સુધી રેડ એલર્ટ

શ્રીનગર : કાશ્‍મીરમાં ફરી હિમવર્ષા શરૂ થઈ છે. હવાઈ સેવા સાથે રેલ સેવા પ્રભાવિત થઈ છે. જમ્‍મુ-શ્રીનગર હાઈવે  બંધ કરી દેવાયો છે.
તે જ સમયે, હવામાન વિભાગે પણ ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરતા ૯ જાન્‍યુઆરી સુધી રેડ એલર્ટ જાહેર કરેલ છે.  પહાડી વિસ્‍તારોમાં રહેતા લોકોને હિમવર્ષા દરમિયાન ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
શ્રીનગરના એરપોર્ટ ડાયરેક્‍ટર કુલદીપ સિંહે જણાવ્‍યું હતું કે હિમવર્ષા અને ઝાકળને કારણે ઓછી વિઝિબિલિટીના કારણે હવાઈ સેવા હાલ પૂરતિ સ્‍થગિત કરવામાં આવી છે.  તે જ સમયે, રાતથી ભારે હિમવર્ષાના કારણે રેલ્‍વેએ બારામુલ્લા-બનિહાલ સેક્‍શન વચ્‍ચે ચાલતી ટ્રેનોને પણ રદ કરી દીધી છે.
બીજી તરફ, જમ્‍મુ ડિવિઝનમાં અવિરત વરસાદને કારણે બનિહાલના કાફેટેરિયામાં ભૂસ્‍ખલનને કારણે જમ્‍મુ-શ્રીનગર હાઈવે પણ બંધ થઈ ગયો છે.  વરસાદ અને હિમવર્ષાના કારણે ફરી એકવાર કાશ્‍મીર ખીણ અન્‍ય રાજ્‍યોથી હવાઈ અને રેલ માર્ગે કપાઈ ગયેલ છે.  તે જ સમયે, હવામાન વિભાગે પણ ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરતા ૯ જાન્‍યુઆરી સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે.  પહાડી વિસ્‍તારોમાં રહેતા લોકોને હિમવર્ષા દરમિયાન ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે.  એટલું જ નહીં, ટ્રાફિક વિભાગે વરસાદ દરમિયાન પહાડી વિસ્‍તારોમાં પ્રવાસમાં ન જવાની સૂચનાઓ પણ આપી છે.

 

(12:07 pm IST)