Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

બીટકોઇનના ભાવ ૨ મહિનામાં ૪૦ ટકા તૂટયા

અન્ય ક્રીપ્ટોકરન્સી પણ કડકભૂસઃ ક્રીપ્ટો કરન્સી માર્કેટમાં ભૂકંપ

નવી દિલ્હીઃ અમેરિકન ફેડરલ બેંક દ્વારા વધારવાની તૈયારી અને ઓમીક્રોનના વધી રહેલા કેસોથી બીટકોઇન સહિત તમામ ક્રીપ્ટોકરન્સીમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. ૨૦૨૨માં જ ક્રિપ્ટો કરન્સીના ભાવો અત્યાર સુધીમાં ૧૦ ટકા તુટી ચૂકયા છે. બિટકોઇન ૧૦ નવેમ્બરના ઓલ ટાઇમ હાઇ ૬૮,૯૯૦ ડોલર (૫૧.૦૫ લાખ રૂપિયા)થી ગગડીને ૪૧૦૧૨ ડોલર (૩૦.૪૮ લાખ રૂપિયા) પર આવી ગયો છે એટલે કે બે મહિનામાં જ બીટકોઇન ૨૦ લાખ રૂપિયાથી વધારે તુટી ગયો છે.
સપ્ટેમ્બર ૨૦૨૧ પછી બિટકોઇનનું આ સૌથી નીચલું સ્તર છે એ પહેલા ૨૨ સપ્ટેમ્બરે બીટકોઇન ૨૯.૭૪ લાખ રૂપિયા એટલે કે ૪૧,૦૦૦ ડોલર પર આવી ગયો હતો. ગુરૂવારે બીટકોઇનની કિંમતોમાં ૧૨ ટકાનો ઘટાડો થયો હતો જયારે શુક્રવારે પણ તેની કિંમત ૬ ટકા જેટલી તૂટી હતી. બે દિવસમાં બધી ક્રિપ્ટો કરન્સી ૫ થી ૧૫ ટકા જેટલીલ તુટી ગઇ છે.(

 

(2:31 pm IST)