Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

તને કોઈએ પથ્થર-ગોળી મારી? તને કંઈ થયું?

નરેન્દ્રભાઈને તુકારો દઈ ચન્નીએ તમામ હદ વટોળીઃ વિવાદાસ્પદ નિવેદન આપ્યું

નવી દિલ્હી,તા.૮: પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ હતી. જે મામલો હજું ઠંડો નથી પડ્યો. રાજનીતિક બેડામાં ચર્ચા ચાલી રહી છે તો કોર્ટમાં પણ તેનુ મંથન થઈ રહ્યુ છે. ત્યારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ એક રેલીમાં આપેલ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
પંજાબના ટાંડામાં ગુરુવારે થયેલી  રેલીમાં ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે સમગ્ર દેશમાં જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે પીએમની સુરક્ષામાં કોઈ ચૂક થઈ હતી. શું કોઈએ પથ્થર મારી દિધો... કોઈ ઈજા પહોંચી.... કોઈ ગોળી વાગી કે... કે કોઈએ તારા વિરુદ્ઘ નારા લગાવ્યા. જે પુરા દેશમાં એવું ફેલાવવામાં આવી રહ્યું છે કે પીએમને જીવનો ખતરો ઉંભો થઈ ગયો. ચન્નીના નિવેદનમાં પીએમ મોદી પર નિશાનો સાધતા તેનુ અને તુસી જૈવા શબ્દોનો ઉંપયોગ કરવામાં આવ્યો. વાત ફક્ત અહીં સુધી મર્યાદિત નથી. રેલીમાં તો ચન્ની પીએમ મોદી પર વરસ્યા સાથે સાથે સોશિયલ મીડિયા પર તેમના પર નિશાનો સાધ્યું હતું.
સીએમ ચન્નીએ સરદાર પટેલના બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યુ. પટેલનો એક ફોટો શેર કરતા તેમણે સરદારનું જ નિવેદન શેર કર્યુ. ચન્નીએ લખ્યું કે જેને કર્તવ્યથી વધારે જીવની ચિંતા હોય તેમને ભારત જેવા મોટા દેશની જવાબદારી ન લેવી જોઈએ. જો કે તેમણે કોઈનું નામ નથી લીધુ પણ અહીં ઈશારો સ્પષ્ટ હતો.

 

(2:54 pm IST)