Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ચૂંટણી પંચ બપોરે પંજાબ, ઉંત્તર પ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે

ઉંત્તર પ્રદેશની ૪૦૩ વિધાનસભા બેઠક માટે છથી સાત તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવના

નવી દિલ્હી, તા.૭ઃ દેશમાં પાંચ રાજયો ઉંત્તર પ્રદેશ, ઉંત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આગામી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે બપોરે ૩.૩૦ કલાકે જાહેર થશે. ચૂંટણી પંચ શનિવારે બપોરે એક પ્રેસ કોન્ફ્રન્સ યોજીના પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરશે. સૂત્રોના મતે ઉંત્તર પ્રદેશમાં છથી સાત તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના સતત વધી રહેલા કેસ વચ્ચે ચૂંટણી પંચ આરોગ્ય અધિકારીઓ સાથે અનેક તબક્કાની બેઠક યોજીને ચર્ચા કરી છે. આ ઉંપરાંત જે રાજયોમાં ચૂંટણી યોજાવાની છે તે રાજયોમાં કોરોનાની વર્તમાન સ્થિતિનો તાગ પણ મેળવ્યો છે. કોરોનાના કહેર વચ્ચે ચુસ્ત નિયમો વચ્ચે મતદાનન યોજાવાની સંભાવના છે.
ગોવા, મણિપુર, પંજાબમાં ભાજપ સત્ત્।પક્ષમાં છે અને પંજાબમાં કોંગ્રેસની સત્તા છે જેને ટકાવી રાખવી કોંગ્રેસ માટે ખૂબ મહત્વનું છે. પાંચ રાજયો પૈકી સૌથી રસપ્રદ જંગ ઉંત્તર પ્રદેશની ચૂંટણીમાં જોવા મળશે. ઉંત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ઉંપરાંત કેટલાક સ્થાનિક પક્ષો બહુપાંખીયો જંગ ખેલાશે. ગોવામાં ટીએમસી સાથે આમ આદમી પાર્ટી ઉંતરશે જેથી તેમના માટે આ ચૂંટણી મહત્વની રહેશે. દેશમાં વસતિની દ્રષ્ટિએ સૌથી મોટા રાજય ઉંત્ત્।ર પ્રદેશમાં ૮૦ લોકસભા અને ૪૦૩ વિધાનસભા બેઠક છે. આટલું જ નહીં આ રાજયમાં જે પાર્ટીની સરકાર રચાય છે તેનો કેન્દ્રમાં જવાનો રસ્તો નક્કી થાય છે.
ગોવાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને ટીએમસી-આપનો ત્રિપાંખીયો જંગ રહેશે. ઉંત્તરાખંડમાં વર્તમાન ભાજપ સરકાર સામે સતત બે મુખ્યમંત્રી બદલવા છતા કેટલાક પડકારો છે જયારે મણિપુરમાં કોંગ્રેસ ભાજપ પાસેથી સત્ત્।ા મેળવવા સંપૂર્ણ તાકાત લગાવી દેશે.

 

(3:51 pm IST)