Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મુખ્‍યમંત્રીપદના દાવેદાર યોગી અને અખિલેશ પ્રથમ વખત લડશે ચૂંટણી

યૂપીની રાજનિતી : બંન્ને નેતા લોકસભા ચૂંટણી લડતા રહ્યા, એમએલસીના રૂપમાં બન્‍યા સીએમ

નવી દિલ્‍હીઃ લાગે છે કે, ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ના વિધાનસભા ચૂંટણીમાં નવો ઈતિહાસ રચવામાં આવશે. મુખ્‍યમંત્રી પદના દાવેદાર ભાજપથી યોગી આદિત્‍યનાથ અને સપાથી અખિલેશ યાદવ પોતાના રાજકીય કેરિયરમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી લોકસભા ચૂંટણી જીતી રહ્યા છે. બંન્ને નેતા હજી સુધી લોકસભા ચૂંટણી જીતતા રહ્યા છે. યૂપીમાં મુખ્‍યમંત્રી બનવા પર બંન્ને નેતા જ વિધાન પરિષદ સભ્‍યો એટલે એમ.એલ.સી. બનીને વિધાનસભા પહોંચ્‍યા. આ પ્રથમ  વખત છે જ્‍યારે સીએમ પદના દાવેદારો પર પોતાની લોકપ્રિયતા સાબિત કરવાનો દબાવ છે. સીએમ યોગી આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો સંકેત આપી ચૂકયા છે. હકીકતમાં સીએમ યોગી કહી ચૂકયા છે કે, તેઓ વિધાનસભા ચૂંટણી લડશે. પરંતુ કયાંછી મેદાનમાં ઉતરે તેનો નિર્ણય ભાજપા નેતળત્‍વ કરશે. અખિલેશ પણ નિવેદનમાં ચૂંટણીમાં ઉતરવા અંગે જણાવી ચૂકયા છે.
૧૯૮૯ બાદ બની પરંપરા
૧૯૮૯ સુધી જે સીએમ બન્‍યા તેઓ પસંદગી પામીને આવ્‍યા. તે બાદ માયાવતી, મુલાયમ સિંહ, પછી માયાવતી, અખિલેશ અને યોગી એમએલસી બનીને સીએમ બન્‍યા. રાજનાથ સિંહ છેલ્લા સીએમ હતા, જે ધારાસભ્‍ય હતા, બારાબંકીથી ઉપચુંટણી જીત્‍યા હતા.
યોગી માટે ત્રણ વિકલ્‍પઅયોધ્‍યાઃ ૩૦ વખત સીએમ તરીકે આવ્‍યા છે
સંભાવના છે કે યોગી અયોધ્‍યાની સદર સીટથી મેદાનમાં ઉતરી શકે છે. તેમનું અહીંથી જૂનો સંબંધ રહ્યો છે. તેઓ અયોધ્‍યા આંદોલનમાં પણ પોતાના ગુરુ મહંત  અવૈદ્યનાથની સાથે અહીંથી આવે છે. સીએમ બન્‍યા બાદ તેઓ ૩૦થી વધુ વખત અયોધ્‍યા આવી ચૂકયા છે.
મથુરા : હિંદૂત્‍વને ધાર
મથુરાથી  શ્રીકાંત શર્મા ભાજપ ધારાસભ્‍ય છે. યોગી અહીંથી ચૂંટણી લડે તો શ્રીકાંતને એડજસ્‍ટ કરવું પડશે. જો ભાજપ યોગીને મથુરાથી ઉતારશે તો તેઓ હિંદૂત્‍વના મુદ્દાને વધુ ધાર આપવા ઈચ્‍છે છે. રામ જન્‍મભૂમિનો મુદ્દો ઉઠાવી વ્રજ અને પヘમિી યુપીના નારાજ ખેડૂતોને સાધવા સરળ થશે.
ગોરખપુર : મુશ્‍કેલીથી  છોડ્‍યો પોતાનો ગઢ
એક સવાલ એ પણ છે કે, શું તેઓ ગોરખપુરને પોતાનો ગઢ એટલી સરળતાથી છોડી દેશે, જ્‍યાંથી તેઓ સતત સાંસદ રહ્યા છે. તે તેની કર્મભૂમિ પણ છે.
અખિલેશના પણ ત્રણ વિકલ્‍પ
સપા પ્રમુખ અખિલેશ યાદવ આઝમગઢથી સાંસદ છે. ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી તેઓ યુપીમાં પૂર્ણ બહુમતની સરકારના સીએમ રહ્યા. તેઓએ એમએલએ બનાવા માટે કોઈ ઉપચુંટણી પણ લડી નથી. તેઓ એમએલસી જ રહ્યા હતા. અખિલેશ કહી ચૂકયા છે કે, ચૂંટણી લડવા અંગે જ્‍યાંથી અમારી પાર્ટી કહેશે ત્‍યાંથી લડશે. જો અખિલેશ ચૂંટણી મેદાનમા ઉતરે તો તેઓ ઈટાવા, મેનપુરી અથવા આઝમગઢમાં કોઈ એક યાદવ બહુલ સીટથી લડી શકે છે.

 

(4:11 pm IST)