Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જમ્‍મુ કાશ્‍મીરમાં સુપ્રસિધ્‍ધ તિર્થસ્‍થાન શ્રી વૈષ્‍ણોદેવીમાં બરફવર્ષાઃ દર્શનની સાથે બરફવર્ષાનો આનંદ

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ૮ :.. સુપ્રસિધ્‍ધ તિર્થસ્‍થાન શ્રી વૈષ્‍ણોદેવીમાં ભારે બરફવર્ષા થતા બરફની ચાદર છવાઇ ગઇ છે. જેના કારણે માતાજીના દર્શનની સાથો સાથ બરફની મજા માણવાનો પણ ભાવિકો આનંદ માણી રહ્યા છે.
ભારે બરફવર્ષાના કારણે માતાજી મંદિરનું ભવન સહિત આખા ત્રિકુટ પર્વતમાં સફેદ ચાદર છવાઇ ગઇ છે. જેના કારણે વૈષ્‍ણોદેવી મંદિર સ્‍વર્ગનો અનુભવ કરાવે છે.ભવનમાં ૩ થી ૪ ઇંચ અને ભૈરોઘાટીમાં  ૪ થી પ ઇંચની બરફવર્ષા થઇ છે.
બરફ વર્ર્ષાના કારણે સાંઝીછત હેલીપેડ ઉપર પણ બરફ છવાઇ ગયો છે.
કાશ્‍મીર અસ્‍તવ્‍યસ્‍ત
ભારે બરફવર્ષાના કારણે કાશ્‍મીરમાં જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઇ ગયુેં ખરાબ હવામાનના કારણે હવાઇ સેવા બંધ કરી દેવામાં આવી છે.જયારે જમ્‍મુ-શ્રીનગર નેશનલ હાઇ-વે બંધ હોવાથી ખાવા પીવાની વસ્‍તુઓની અછત સર્જાઇ છે.
આફત અને મુશ્‍કેલી
બરફવર્ષાના કારણે જમ્‍મુ કાશ્‍મીરમાં ખુશીની સાથે ગમ પણ છે. કારણ કે પ્રવાસીઓ અને સ્‍થાનિકોને લાઇટ પાણી સહિતના પ્રશ્નો સર્જાયા છે. હાલમાં પ્રવાસીઓ મોટી સંખ્‍યામાં ઉમટી રહ્યા છે.
ભુસ્‍ખલનની ચેતવણી
બરફ વર્ષાબાદ હવે હિમસ્‍ખલન અને ભુસ્‍ખલનની ચિંતા વ્‍યાપી ગઇ છે લોકોને ઘરની બહાર ન નિકળવાની ચેતવણી અપાઇ છે. હોસ્‍પીટલે  પહોચાડવા પણ મુશ્‍કેલી બન્‍યું છે.

 

(4:12 pm IST)