Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

દિલ્હીના સાત હજાર વિસ્તારોને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યા: ૨૦ હજાર કોરોના દર્દી ઘરે સારવાર લઇ રહ્યા છે: ૧૩૯૦ હોસ્પિટલમાં: બીપી ૨૨૬ ઓક્સિજન ઉપર: ૩૧ દર્દી વેન્ટીલેટર ઉપર: હોસ્પિટલમાં ૧૦% બેડ જ દર્દીઓથી ભરેલા છે

દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.  દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે આજે શનિવારે રાજધાનીમાં કોરોનાના ૨૦ હજાર કેસ આવશે.  સત્યેન્દ્ર જૈને શનિવારે કહ્યું કે દિલ્હીમાં પોઝિટિવિટી દર વધીને ૧-૨ ટકા થશે.  તેમણે કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં માત્ર ૧૦ ટકા બેડ દર્દીઓથી  ભરેલા છે.

દરરોજ વધતા સંક્રમણને કારણે હવે દિલ્હીના સાત હજાર વિસ્તારોને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યા છે.  ૨૦ હજારથી વધુ દર્દીઓ તેમના ઘરે સારવાર હેઠળ છે.  ૧૩૯૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૫૩૦ દર્દીઓ કોવિડ સર્વેલન્સ કેન્દ્રોમાં છે.  ૧૩૯૦ દર્દીઓમાંથી ૭૭ ઓમીક્રોન કોરોના શંકાસ્પદ છે.  કોવિડ વોર્ડમાં ૯૯૬ દર્દીઓ દાખલ છે અને ૨૨૬ દર્દીઓ ઓક્સિજન  પર છે.  ૩૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

(5:47 pm IST)