Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

દેશમાં પાંચ જ દિવસમાં 15થી 18 વર્ષના બે કરોડ તરુણોએ રસીનો પહેલો ડોઝ લીધો

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ માહિતી આપી

નવી દિલ્હી : દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆતની વચ્ચે 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે.

 કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ માહિતી આપી છે કે, દેશમાં પાંચ જ દિવસમાં 15થી 18 વર્ષના બે કરોડ કિશોરોએ કોરોના રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે.

તેમણે કહ્યુ હતુ કે, બહુ સારી વાત છે કે, યુવાઓ વેક્સીન લેવા માટે આગળ આવી રહ્યાં છે અને એક જ અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બે કરોડ યુવાઓ રસી લઈ ચુકયા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉંમરના મોટાભાગના કિશોરો સ્કૂલોમાં અભ્યાસ કરતા હોવાથી દેશમાં વિવિધ સ્કૂલોમાં તેમના રસીકરણ માટે કેન્દ્રો શરુ કરાયા છે અને તેના કારણે આ કેટેગરીમાં રસી લેનારાઓ ઝડપભેર વધી રહ્યા છે.

દરમિયાન દેશમાં 18 વર્ષથી વધારે વયના 91 ટકા નાગરિકોને કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે અને 66 ટકા લોકોને બંને ડોઝ મળી ગયા છે.

(10:12 pm IST)