Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કેરાલાના રાજ્યપાલ આરિફ મહોમ્મદે મહાકાલના દર્શન કર્યા

કોરોનાથી દેશને મુક્તિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી : રાજ્યપાલ સવારની આરતીમાં સામેલ થયા અને ખાસો સમય તેઓ આંખ બંધ કરી દર્શનમાં ડૂબેલા દેખાયા હતા

તિરુવનંતપુરમ, તા. : કેરાલાના રાજ્યપાલ આરિફ મહોમ્મદ ખાને ઉજ્જૈન પહોંચીને મહાકાલ મંદિરમાં દર્શન અને પૂજા કરી છે. મહાકાલ મંદિરમાં તેમણે કોરોનાથી દેશને મુક્તિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.મળતી વિગતો પ્રમાણે તેઓ સવારે સાડા સાત વાગ્યે મંદિરમાં યોજાયેલી સવારની આરતીમાં સામેલ થયા હતા.ખાસો સમય તેઓ આંખ બંધ કરીને ભગવાનના દર્શનમાં ડૂબેલા દેખાયા હતા. આરતી અને પૂજન બાદ તેમણે બહાર નિકળીને કહ્યુ હતુ કે, મહાકાલ પાસે મેં શું માંગ્યુ તે કહેવાનુ નથી હોતુ પણ એટલુ કહીશ કે દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને દેશ કોરોનાના સંકટમાંથી મુક્ત થાય તેવી પ્રાર્થનાક રી છે.

રાજ્યપાલ ઉજૈજન એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા છે અને સાથે સાથે તેમણે ભગવાન મહાકાલના દર્શનનો પણ લાભ લીધો છે. હાલમાં મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ પર કોરોનાના કારણે પ્રતિબંધ છે એટલે રાજ્યપાલે પણ નિયમોનુ પાલન કરીને ગર્ભગૃહની બહારથી દર્શન કર્યા હતા.

(7:31 pm IST)