Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

UPSC પરીક્ષામાં નિબંધમાં ફિલોસોફી પર પ્રશ્નો પુછાયા

પરીક્ષાર્થીઓએ માથું ખંજવાળવાનો વારો આવ્યો : આ પેપરમાં ભૂતકાળમાં મુદ્દા-આધારિત વિષયો પર પ્રશ્નો પૂછાતા હતા, તેની જગ્યાએ આ વર્ષે આવો કોઈ પ્રશ્ન નહતો

બેંગલુરુ, તા. : સત્ય યથાર્થ છે અને યથાર્થ સત્ય છે. સંશોધન શું છે, જ્ઞાન સાથેની એક અજાણી મુલાકાત. બસ આવા કંઈક સવાલ શુક્રવારથી શરૃ થયેલી યુપીએસસી મેન્સ પરીક્ષાના નિબંધના પેપરમાં પૂછવામાં આવ્યા હતા. જેના જવાબ આપવામાં ભલભલા ઉમેદવારો ગોથા ખાવા લાગ્યા હતા. નિબંધના પેપરમાં આઠમાંથી બે વિષયો પર નિબંધ લખવાનો હતો. સામાન્ય રીતે જે રીતે પેપરમાં વર્તમાન મુદ્દાને ધ્યાને રાખીને પ્રશ્નો પૂછવામાં આવતા હતા તેની જગ્યાએ મોટાભાગે ફિલોસોફિકલ પ્રશ્નો પૂછવામાં આવતા ઉમેદવારો માથુ ખંજવાળવા લાગ્યા હતા.

સામાન્ય રીતે પેપર જેમાં ભૂતકાળમાં મુદ્દા-આધારિત વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવતા હતા. તેની જગ્યાએ વર્ષે આવો કોઈ પ્રશ્ન નહોતો અને તેમનું સ્થાન ફિલોસોફિકલ વિષયોએ લીધું હતું, જેના કારણે ઘણા ઉમેદવારો ક્લિન બોલ્ડ થયા હોય તેવું અનુભવી રહ્યા હતા. મહત્વનું છે કે યુપીએસસી મેન્સના ભાગ રૃપે, ઉમેદવારોએ થી ૧૬ જાન્યુઆરીની વચ્ચે સાત પેપર લખવાના રહેશે. ત્યારે નિબંધના પેપરે ઉમેદવારોની ઉંઘ હરામ કરી દીધી હતી.

એક ૨૮ વર્ષીય ઉમેદવારે કહ્યું કે મને વર્તમાન બાબતો પર વિષય આધારિત પ્રશ્નોની અપેક્ષા હતી અને ફિલોસોફી આધારીત ભારે પ્રશ્નોથી ભરેલા પેપરને જોઈને ચોંકી ગયો હતો. સાથે તેણે આગળ કહ્યું કે જો કે અમને ખબર હતી કે આવા પ્રશ્નો હશે, પરંતુ એવી ધારણા હતી કે ઓછામાં ઓછા એક કે બે મુદ્દા આધારિત વિષયો પરના પ્રશ્નો પણ હશે, જ્યારે અપેક્ષા કરતાં થોડું અઘરું લાગ્યું. બીજી તરફ પરીક્ષા પછી ઉમેદવારોએ પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો આધાર લીધો. જે બાદ ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મીમ્સ અને જોક્સના 

ઘોડાપુર આવી ગયું હતું. સોશિયલ મીડિયામાં અપરાજિતા નામની એક યુઝરે ટ્વિટ કરતા લખ્યું કે જ્યારે યુપીએસસી ઉમેદવારો આઉટ ઓફ બોક્સ વિચારવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અહીં તો બોક્સ બ્રહ્માંડની બહાર છે.

અન્ય યુઝર ગૌરી રાયે ટ્વિટ કર્યું: યુપીએસસી નિબંધનું પેપર રેન્ડમ ક્વોટ્સ સાથેની બ્લાઈન્ડ ડેટ છે.

જો કે, પેપરને નેટીઝન્સના એક ભાગ તરફથી પ્રશંસા પણ મળી હતી. રિસર્ચ એનાલિટિક્સ શુભમ સિંઘે ટ્વીટ કર્યું કે ખૂબ ફિલોસોફિકલ લાગશે... હવે તમામ ઉમેદવારોના વ્યક્તિત્વની વાસ્તવિક કસોટી વિશે છે. યુપીએસસી પોતાનામાં ધરખમ ફેરફાર કરવાના માર્ગ પર છે. પુસ્તકીયું જ્ઞાન કામ નહીં કરે. જ્ઞાન બાબતે વ્યક્તિનું પ્રમાણિક હોવું જરૃરી છે.

બેગલુરુમાં આવેલ ઇનસાઇટ્સ આઈએએસના સ્થાપક અને નિર્દેશક વિનય કુમાર જીબીએ જણાવ્યું હતું કે યુપુએસસી દ્વારા ટોળાની માનસિકતાને દૂર કરવા અને સંભવિત પ્રશ્નોને ગોખી મારવાની ટેવ ધરાવતા ઉમેદવારોને નિરુત્સાહિત કરવા માટે પ્રકારનું પેપર સેટ કરવામાં આવ્યું હતું. તેમણે વિસ્તૃત રીતે સમજાવતા કહ્યું કે ફિલોસોફિકલ વિષયો તરફ ઝૂકેલા પેપરનો ટ્રેન્ડ ત્રણ વર્ષ પહેલાં શરૃ થયો હતો. ત્યારે વર્ષે સાયબર સુરક્ષા, લોકશાહી, કૃષિ અથવા કોઈપણ મુદ્દા આધારિત વિષય જેવા સામાન્ય અભ્યાસના વિષયો પર કોઈ પ્રશ્નો નથી. કુમારે ઉમેર્યું હતું કે ફેરફારમાં નિપુણતા રાતોરાત નહીં આવે અને ઉમેદવારોને માટે વાંચન અને લેખનની પ્રેક્ટિસ હોવી જરૃરી છે. તેમણે પેપર આધારે આગાહી કરી હતી કે વર્ષે નિબંધના પેપરમાં ગત વર્ષ કરતા ઓછામાં ઓછા ૧૦ ગુણ નીચે આવશે.

તેમણે કહ્યું કે સૌથી વધુ માર્કસ ૧૩૫ અને ૧૪૦ ની વચ્ચે અથવા તેનાથી ઓછા રહેશે. સિવિલ ડેઈલીના સ્થાપક, સજલ સિંઘે પેપરને પ્રભાવશાળી ગણાવ્યું અને કહ્યું કે યુપુએસસી વિષયોના વ્યાપક સ્પેક્ટ્રમ દ્વારા વ્યક્તિની વિચારવાની ક્ષમતાની ઊંડાઈ તપાસવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે વ્યક્તિએ નિબંધની થીમ ઓળખવી જોઈએ, તેને સામાન્ય અભ્યાસના પેપર સાથે લિંક કરવી જોઈએ, શક્ય તેટલું વ્યાપક અર્થઘટન કરવું જોઈએ અને તેને અવતરણો, વાર્તાઓ અને ટુચકાઓથી સમૃદ્ધ બનાવવું જોઈએ.

(7:34 pm IST)