Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

દિલ્હીના સંસદ ભવનમાં કોરોના વિસ્ફોટ:એક સાથે 400 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ : મોટો ખળભળાટ

સંસદ ભવનમાં કામ કરતા કર્મચારીઓ,સુરક્ષા કર્મીઓનો કોવિડ ટેસ્ટ થયો જેમાં 400 થી વધુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો

નવી દિલ્હી :  દિલ્હીમાં હવે કોરોનાએ કોહરામ મચાવવો શરુ કર્યો છે,અને સંક્રમણ હવે સંસદ સુધી પહોચ્યું છે. તારીખ 6 અને 7 જાન્યુઆરીએ સંસદ ભવનમાં કામ કરતા કર્મચારીઓ,સુરક્ષા કર્મીઓનો કોવિડ ટેસ્ટ થયો જેમાં 400 થી વધુ લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

દેશભરમાં કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,41,986 નવા કેસ નોંધાયા છે.નવા કેસ આવતા જ દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 4, 4,72,169 થઇ ગયા છે

દેશમાં કોરોના વાયરસમાં કેસોમાં બહું તેજીની સાથે વધારો થઈ રહ્યો છે. શનિવારને વખતે 24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કેસ આંકડા સામે આવ્યા છે. 7 મહિના બાદ સતત બીજા નવા કેસ 1 લાખથી વધારે મળ્યા છે. શુક્રવારે મોડી રાતે 1, 41, 525 નવા કેસ મળ્યા હતા. જ્યારે બે નાના રાજ્યોમાં ડેટા આવવાના બાકી હતા. આનાથી પહેલા શુક્રવારે 1 લાખ 17 હજાર નવા કેસ નોંધવામાં આવ્યા હતા. 28 ડિસેમ્બર બાદ કેસોમાં વધારો જારી છે. આ 11 દિવસોમાં દર રોજ 20 ટકાથી વધારે નવા કેસ મળ્યા છે. એટલુ જ નહીં આમાંથી 4 દિવસ એવા હતા જ્યારે કોરોનાના નવા કેસનો ગ્રોથ 40 ટકાથી વધારે રહી. આ ઉપરાંત 2 દિવસ એવા પણ રહ્યા છે. જ્યારે નવા કેસોના આંકડા વિતેલા કાલની સરખામણીએ 55 ટકાથી વધારે હતા.

(12:36 am IST)