Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મુંબઈ સ્થિત સીબીઆઈ ઓફિસમાં કોરોના વિસ્ફોટ : એકસાથે 68 કર્મચારીઓ સંક્રમિત

BKC ઓફિસમાં કામ કરતા 235 લોકોની કોવિડ-19 તપાસ કરાઈ હતી જેમાંથી 68 લોકો પોઝીટીવ મળ્યા

 

મુંબઈ: મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત CBI ઓફિસમાં કામ કરતા લગભગ 68 કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કેન્દ્રીય એજન્સીના એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે સીબીઆઈએ બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને BKC ઓફિસમાં કામ કરતા 235 લોકોને કોવિડ-19 તપાસ કરવા કહ્યું હતું.

તેમણે કહ્યું, 'આ 235 લોકોમાંથી 68 લોકો સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તપાસ કરનારાઓમાં અધિકારીઓ પણ સામેલ હતા. સંક્રમિતોને ઘરમાં જ ક્વોરેન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

 શનિવારે મુંબઈમાં કોરોનાના 20,318 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ 5 કોરોના સંક્રમિતોના મોત થયા છે. હાલ મુંબઈમાં 120 ઈમારતો સીલ કરવામાં આવી છે. શહેરમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

(12:41 am IST)