Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વિશ્વના ટોચના પાંચ પ્રદૂષણ ફેલાવતા દેશાની યાદીમાં ભારતનો સમાવેશ : અભ્યાસમાં દાવો

પેરિસ કરાર પર સહીસિક્કા થયા પછી 2016થી 2030ની વચ્ચે પ્રદૂષણમાં થયેલા કુલ વધારામાં 15 ટકા ફાળો આ ટોચના પાંચ દેશોનો હતો

નવી દિલ્હીઃ ભારત ,ચીન , અમેરિકા , ઇયુ અને રશિયા દ્વારા 1991થી 2030ના સમયગાળા દરમિયાન ફેલાવવામાં આવનારા પ્રદૂષણના લીધે 2030 સુધી દર બીજું વર્ષ આત્યંતિક ગરમી અનુભવનારા દેશોની સંખ્યા બમણી થશે,કમ્યુનિકેશન્સ અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ પરના ન્યુ સાયન્ટિફિક પેપરમાં જણાવાયું હતું.

પ્રદૂષણ ફેલાવનારા દેશો પૃથ્વીને વધુને વધુ ગરમ કરી રહ્યા છે, એમ આ અહેવાલ દર્શાવે છે.

ઇટીએચ ઝુરિક અને ક્લાઇમેટ એનાલિસ્ટ્સની આગેવાની હેઠળના વૈજ્ઞાાનિકોએ 1991થી 2030 અને 2016થી 2030ના સમયગાળા દરમિયાન વિશ્વના ટોચના પાંચ પ્રદૂષણ ફેલાવતા દેશાની અસરોનો અભ્યાસ કર્યો હતો. વિશ્વના કુલ પ્રદૂષણમાં તેમનો હિસ્સો 52 અને 53 ટકા હશે.

પ્રદૂષણમાં ઘટાડો કરવાના વર્તમાન લક્ષ્‍યાંકને ધ્યાનમાં લઈએ તો 92 ટકા જેટલા બધા દેશો 2030 સુધી દર બીજા વર્ષે આત્યંતિક ગરમી અનુભવશે. આ પ્રમાણ 1991થી 2030 સુધી ટોચના પાંચ પ્રદૂષક દેશોના પ્રદાન વગરના 46 ટકાના પ્રમાણ કરતાં બમણું છે.

પેરિસ કરાર પર સહીસિક્કા થયા પછી 2016થી 2030ની વચ્ચે પ્રદૂષણમાં થયેલા કુલ વધારામાં 15 ટકા ફાળો આ ટોચના પાંચ દેશોનો હતો.

આ અભ્યાસના અગ્રણી લેખક ઇટીએચ ઝુરિકના રિસર્ચર લી બૌશે જણાવ્યું હતું કે અમારુ કામ દર્શાવે છે કે અત્યંત ટૂંકા સમયગાળામાં વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ટોચના પાંચ અર્થંતંત્રોના લીધે 2030 સુધીમાં સમગ્ર વિશ્વએ આત્યંતિક ગરમીનો સામનો કરવો પડશે. અમે અહીં તે તાપમાનની વાત કરી રહ્યા છીએ જે ઔદ્યોગિક સમયગાળા પૂર્વે દર સો વર્ષે એક વખત અનુભવાતુ હતુ તે હવે દર બે વર્ષે એક વખત અનુભવાશે.

વિશ્વનો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતો દેશ અમેરિકા છે અને વ્યક્તિ દીઠ પ્રદૂષણમાં પણ તે સૌથી આગળ છે. હવે જો અમેરિકા દ્વારા કરાતા વ્યક્તિ દીઠ પ્રદૂષણના ધારાધોરણોને ટોચના પ્રદૂષણ કરનારા દેશોના બીજા દેશો પણ અનુસરે તો 2030ના અંતે તાપમાન હાલમાં સુનિશ્ચિત થયેલા પ્રદૂષણ ઘટાડાના લક્ષ્‍યાંક કરતાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધારે હશે.

(12:50 am IST)