Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

દિલ્હી ટ્રેક્ટર પરેડ હિંસાના આરોપી સુખદેવ સિંહની ચંદીગઢમાંથી ધરપકડ : 50 હજારનું ઇનામ હતું

આરોપી સુખદેવ સિંહની ક્રાઈમ બ્રાંચ દ્વારા ચંદીગઢથી ધરપકડ કરી

નવી દિલ્હી :પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચને એક મોટી સફળતા મળી છે. હિંસાના આરોપી સુખદેવ સિંહની ક્રાઈમ બ્રાંચ દ્વારા ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુખદેવ સિંહ ઉપર પોલીસે 50,000 રુપિયાનું નામ પમ જાહેર કર્યુ હતું.

26 જાન્યુઆરે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની તપાસ કરી રહેલી પોલીસે પંજાબી અભિનેતા દીપ સિદઅધુ સહિત અનેક આરોપીઓ ઉપર ઇનામ જાહેર કર્યુ છે. દિલ્હી પોલીસે પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ ઉપર એક લાખ રુપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તો આ સિવાય ગુરજોત સિંહ, જુરજંત સિંહ ઉપર પણ 1-1 લાખ રુપિયાનું ઇનામ જાહેર કર્યુ છે. તો સુખદેવ સિંહ, બૂટા સિંહ, જજબીર સિંહ અને ઇકબાલ સિંહ ઉપર 50-50 હજાર રુપિયાનું ઇનામ રાખ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેક્ટર પરેડ દરમિયાન થેયલી હિંસાની તપાસ માટે દિલ્હી પોલીસ દ્વારા એક સ્પેશિય ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. ટીમની આગેવાની જોઇન્ટ કમિશ્નર બીકે સિંહને સોંપવામાં આવી છે. હિંસામાં સામેલ ઘણા આરોપીઓની તસવીરો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે.

(12:00 am IST)