Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

હરિયાણામાં રાકેશ ટિકૈતની કિસાન મહાપંચાયત હજારો ખેડુતો ઉમટ્યા : પાંચ પ્રસ્તાવ પાસ કરાયા

મહાપંચાયતમાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશથી 50થી પણ વધું ખાપોનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો

નવી દિલ્હી : ખેડુત નેતા રાકેશ ટિકૈતે કિતલાના ટોલ પ્લાઝા પર યોજાયેલી કિસાન મહાપંચાયતમાં 15 હજારથી પણ વધુ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા  આ મહાપંચાયતને સંયુક્ત કિસાન મોરચાનાં નેતા ટિકૈત ઉપરાંત દર્શન પાલ સિંહ અને બલબીર સિંહ રાજેવાલે પણ સંબોધિત કરી હતી , મહાપંચાયતમાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશથી 50થી પણ વધું ખાપોનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો. હતો

કિસાન મહાપંચાયતનાં પ્રમુખપદે રહેલા દાદરીનાં અપક્ષ ધારાસભ્ય અને સાંગવાન ખાપ-40નાં પ્રધાન સોમબીર સાંગવાને કરી, મહમનાં ધારાસભ્ય કુંડુ પણ મહાપંચાયતમાં પહોચ્યાં, સાંગવાન ખાપ સોમબીર સાંગવાન અને ફોગાટ ખાપ-19નાં પ્રધાન બલવંત નંબરદારે ખેડુત નેતાઓને કહ્યું કે આદોલનને હવે કોઇ પણ સ્થિતીમાં નબળું પડવા દેવામાં આવશે નહીં.

લગભગ અઢી કલાક ચાલેલી મહાપંચાયતમાં મંચ પરથી પાંચ પ્રસ્તાવ પારીત કરી છે, કિસાન ટિકૈતે મંચ પરથી એલાન કર્યું છે કે ખેડુતોની માંગ પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન કોઇ પણ હાલતમાં ખતમ નહીં થાય,

 પાંચ પ્રસ્તાવ પસાર કરાયા હતા જેમાં કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવે અને MSPની ગેરંટી નક્કી થાય ખેડુતો પર જે ખોટા કેસ કરાયા છે તે રદ્દ કરવામાં આવે દિલ્હી પરેડમાં ગિરફ્તાર થયેલા યુવાનો અને ખેડુતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે દિલ્હી હિંસામાં જે ખેડુતોનાં વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, તેને છોડવામાં આવે NH-152 D માટે જે જમીનનું અધિગ્રહણ કરાયું છે તે જમીનનું યોગ્ય વળતર ખેડુતોને મળે

(12:00 am IST)