Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભારત રત્નથી સન્માનિત સચિન-લતા મંગેશકરનો સરકારે ટ્વીટ માટે ઉપયોગ કરવો નહીં : રાજ ઠાકરે

ખેડૂત આંદોલન પર ટ્વીટ અમારા આંતરિક મામલામાં દખલ આપવા જેવું હતું તો, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પીએમ મોદીનો નારો અગલી બાર ટ્રમ્પ સરકાર શા માટે હતો ??

મુંબઈ :MNS નેતા રાજ ઠાકરેએ કહ્યું છે કે- ખેડૂત આંદોલન પર રીહાનાની ટ્વીટ કરવા પહેલા દેશમાં તેના અંગે કોઈ જાણતું હતું કે શું. આ મહિલા કોણ છે, મને નથી ખબર. ભારત રત્નથી સન્માનિત લોકો તેની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

   રાજ ઠાકરેએ સિલેબ્સના ટ્વીટ પર મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું છે કે સચિન અને લતા મંગેશકર જેવા ભારત રત્ન મેળવેલા લોકોનો ઉપયોગ કરવો ખોટી વાત છે. તેમને પોતાના સમર્થનમાં ટ્વીટ કરવા માટે નહીં કહેવું જોઈતું હતું. ઠાકરેએ કહ્યું કે સરકારે પોતાના અભિયાન માટે અક્ષય કુમાર જેવા એક્ટર્સનો જ ઉપયોગ કરવો જોઈએ. તે આ રીતના જ કામ માટે યોગ્ય છે.

   MNSના નેતાએ કહ્યું હતું કે- આ રીહના કોણ છે મને એ પણ નથી ખબર અને તેણે શું કહ્યું એ પણ મને નથી ખબર. પરંતુ આ આશ્ચર્યજનક છે કે અહીંની સરકાર પણ તેને જવાબ આપે છે. આ પહેલા તે આવું કંઈક ટ્વીટ કરે, અહીં શું દરેકને તેના ટ્વીટ અંગે ખબર હતી કે. તેના એક ટ્વીટ પર દરેક જણ કંઈક ને કંઈક કહી રહ્યું છે કે આ અમારા દેશનો મુદ્દો છે.

   રાજ ઠાકરેએ કહ્યું કે ખેડૂત આંદોલન પર ટ્વીટ અમારા આંતરિક મામલામાં દખલ આપવા જેવું હતું તો, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં  પીએમ મોદીનો નારો અગલી બાર ટ્રમ્પ સરકાર શા માટે હતો.

 પોપ સ્ટાર રીહાનાના ખેડૂત આંદોલન પરની ટ્વીટ પછી દેશના ઘણા બધા કલાકારો અને ખિલાડીઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ખેડૂત આંદોલન ભારતનો આંતરિક મામલો છે. સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અનિલ કુંબલે, અજય દેવગણ, અક્ષય કુમાર, કરણ જોહર અને લતા મંગેશકર જેવી હસ્તીઓએ પણ ટ્વીટ કર્યું છે. જેની પર રાજ ઠાકરેનું રિએક્શન આવ્યું છે.

(12:00 am IST)