Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઉત્તરાખંડ ગ્લેશિયર દુર્ઘટના માટે હેલ્પલાઇન નંબર જાહેર

મદદ માટે અહીં કરો ફોન : સીએમ રાવત : મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ રાખવા માટે અપીલ કરી છે

ચમોલી, તા. : ઉત્તરાખંડના જોશીમઠમાં ધૌલીગંગા નદીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ ૧૦૦-૧૫૦ લોકો ગુમ થયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. અચાનક આવેલા પૂરના કારણે એનટીપીસીના ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, પ્રશાસને ઘટનાની ભયાનકતા જોતાં તાત્કાલિક હેલ્પલાઇન નંબર જાહેર કરી દીધા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતએ લોકોને અફવાઓ પર ધ્યાન આપવા અને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. તેઓએ ગ્લેશિયર દુર્ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. તેઓએ જણાવ્યું કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પોતે ટ્વીટરના માધ્યમથી જણાવ્યું કે, જો તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયેલા છો, આપને કોઈ પ્રકારની મદદની જરૂર છે તો મહેરબાની કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રના નંબર ૧૦૭૦ કે ૯૫૫૭૪૪૪૪૮૬ પર સંપર્ક કરો.

મહેરબાની કરીને ઘટના વિશેના જૂના વીડિયોથી અફવા ફેલાવો. બીજી તરફ, દુર્ઘટના બાદ જીડ્ઢઇહ્લના ૬૦થી વધુ જવાનોને અલગ-અલગ ટુકડીઓમાં ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. બીજી તરફ. એનડીઆરએફની એક ટીમ પણ મોકલવામાં આવી છે. ટીમમાં ૪૫ લોકો છે. ઉપરાંત પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના ગાજિયાબાદથી પણ એનડીઆરએફની એક ટીમ રવાના થવાની છે. ઉત્તરાખંડ દુર્ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકાર અલર્ટ મોડ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિજનૌર, ગઢમુક્તેશ્વર, કન્નોજ, બિઠુર, ફતહગઢ, મિર્ઝાપુર, બનારસ, પ્રયાગરાજ, ફર્રુખાબાદના જિલ્લા અધિકારીઓને એલર્ટ જાહેર કરવાનો નિર્દેશ આપ્યા છે. હાલ ગંગામાં બોટિંગ, નૌકા વિહાર સહિત ગ્રામ્ય જિલ્લાઓમાં લોકોને ગંગા કિનારે જતાં રોકી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જોશીમઠની પાસે રેની ગામ અને તેની આસપાસના વિસ્તરો વધુ પ્રભાવિત થયા છે. પ્રારંભિક માહિતી મુજબ, ૧૦૦૦૦ લોકોને પ્રભાવિત થવાની જાણકારી મળી રહી છે. તેમાં લોકો પણ છે જેઓ નદીના કિનારે વસતા હતા અને સાથોસાથ તે મજૂરો પણ છે જે ખો ડેમ ખાતે કામ કરી રહ્યા હતા.

(12:00 am IST)