Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ટ્રેકટર પરેડ - ચક્કાજામ બાદ ખેડૂતોની શું રણનીતિ હશે ?

આજે સોનીપત ખાતે કરાશે વિચાર-વિમર્શ : આંદોલનને કરાશે વધુ તેજ

નવી દિલ્હી તા. ૮ : ચક્કાજામ પછી હવે આગળની રણનીતિ તૈયાર કરવા માટે ખેડૂત સંગઠનની આજે સોનીપત બેઠકમાં યોજાશે. જેમાં સરકાર પર દબાણ લાવવા તેમજ આંદોલનને તેજ કરવાની રણનીતિ બનાવામાં આવશે. આ સાથે જ પૂરા દેશમાં એક સાથે આંદોલન ઉભુ કરવાને લઇને વિચાર-વિમર્શ કરવામાં આવશે. જયારે બીજી તરફ રવિવારના રોજ બહાદુરગઢના ટીકરી સરહદ પર બે અને ઢાંસા બોર્ડર પર ખેડૂતનું મૃત્યું થયું. ટીકરી બોર્ડર પર એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી.

બહાદુર ગઢના ટીકરી બોર્ડરની નજીક જીંદના ખેડૂતે પાર્કમાં ઝાડ પર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સરહદ વિસ્તારમાં જ પંજાબના બે ખેડૂતોનું હાર્ટ એટેક આવવાથી મૃત્યું થયું. જેમાંથી એક ખેડૂત પંજાબના મોગ જિલ્લ્લાનો તો બીજો ખેડૂત સંગરુરનો નિવાસી હતો. જયારે ઢાંસ સરહદ પર જજ્જર જિલ્લાના ગામ ગુઢાના ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હતું.

રેવાડીના ખેડા સરહદ પર ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે રાજસ્થાનના ઘણા જિલ્લામાંથી ખેડૂત પહોંચ્યા હતા. જજઝરમાં રાજયસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ પણ કહ્યું ખેડૂતોનો અવાજ રાજયસભામાં ઉઠાવીશું.

ઢાંસા તેમજ ટીકરી બોર્ડર પર ખેૂડૂત તેમજ ખાપોના પ્રતિનિધિ પહોંચ્યા. જીંદમાં ખટકડ તેમજ બદ્દોવાલ ટોલપ્લાઝ પર ધરણા યથાવત છે. જુલાનાથી મહિલાઓએ દિલ્હી માટે કૂચ કરી. સીટૂ કાર્યકર્તાઓએ ઉચાનામાં ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના કાર્યાલયનો ઘેરાવ કર્યો.

ખેડૂતોની મહાપંચાયતમાં કિસાન મોરચાના નેતાએ જણાવ્યું હતું કે ૨૬ જાન્યુઆરીના પ્રકરણ પછી સરકારે દમનકારી નીતિઓ અપનાવી છે.દેશનાખેડૂતોએ આંદોલન દ્વારા ઇતિહાસ લખ્યો છે. સંયુકત કિસાન મોરચાના કારોબારી સદસ્યની મહાપંચાયતને સંબોધન કરતાં ખેડૂત નેતા દર્શનપાલસિંહે જણાવ્યું હતું કે ૨૬ જાન્યુઆરીના પ્રકરણ બાદ સરકારે દમનકારી નીતિઓ અપનાવી છે પરંતુ ખેડૂત સંગઠનો અને ખાપની મદદથી હવે ખેડૂત આંદોલન વધુ મજબૂત બન્યું છે.

(10:22 am IST)