Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

હવે લાંબી રાહ નહી જોવી પડે : ટેસ્ટ વિના જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ

પરિવહન મંત્રાલયે તૈયાર કર્યો ડ્રાફટ : ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મળશે મદદ

નવી દિલ્હી તા. ૮ : ડ્રાઇવિંગ લાઇસન્સ તૈયાર કરવામાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે સરકારે નવી પહેલ કરી છે. તે અંતર્ગત ડ્રાઇવિંગ ટેસ્ટ વિના પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી શકશે. તેના માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક મુસદ્દો જારી કર્યો છે. જો તે નિયમ લાગુ થઇ જશે તો તમને ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મુકિત મળી જશે. મુસદ્દામાં જણાવ્યા મુજબ સરકાર લોકોને સારી ડ્રાઇવિંગ તાલીમ આપવા માંગે છે. તેના માટે સરકારે ટ્રેનિંગ સેન્ટર માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે તે ટ્રેનિંગ સેન્ટર્સ ખાતે ડ્રાઇવિંગ તાલીમ સફળતાપૂર્વક પૂરી કરનારાઓને પ્રાંતીય ટ્રાન્સપોર્ટ કાર્યાલય (આરટીઓ)માં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરનારને ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મુકિત મળશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે આ પગલાંને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મદદ મળશે અને તાલીમબદ્ઘ ડ્રાઇવર્સની અછતમાં પણ ઘટાડો થશે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ક્ષમતા વધશે અને દુર્ઘટના પણ ઘટશે. મંત્રાલયે આ મુસદ્દો ૨૯ જાન્યુઆરીએ જારી કર્યો હતો.

કોવિડ-૧૯ને કારણે લાઇસન્સ અને વાહન સંબંધિત તમામ કાર્ય ઓનલાઇન છે. તેને કારણે ઓનલાઇન અરજી કર્યા પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મહિનાઓ સુધી પ્રતીક્ષા કરવી પડે છે.(૨૧.૫)

 

 

નવા કોરોના વાયરસ સ્ટ્રીમ સામે રસી બીન અસરકારક

દક્ષિણ આફ્રિકામાં એસ્ટ્રાજેનેકાનો ઉપયોગ થંભાવી દેવાયો : હળવા -મધ્યમ લક્ષણો વાળા દર્દીઓ ઉપર આ રસી કારગત નિવડી નહિ : ૩૨ દેશોમાં નવા વાયરસનો પગપેસારો : દક્ષિણ આફ્રિકામાં ફેલાઇ રહેલ બી. વન.૩૫૧ નામનો કોરોનાનો નવો વાયરસ સ્ટ્રીમ હાહાકાર સર્જી રહ્યો છે. જાણીતા પત્રકાર સ્નેહાર મોરડાનીના અહેવાલ મુજબ આ વાયરસ ઉપર એસ્ટ્રાજેનેકા રસી પણ ખાસ કારગત નિવડી નથી અને તેનો ઉપયોગ બંધ કરી દેવાયો છે.

નવી દિલ્હી,તા. ૮: નવા વાયરસથી હળવી કે મધ્યમ માત્રામાં કોરોનાગ્રસ્તો કલીનીકલ ટ્રાયલમાં દર્દીઓમાં આ રસી ખાસ ઉપયોગી થઇ શકી ન હતી.

દ. આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ચોંકાવનારી વિગતો આપતા કહેલ કે કોરોના વાયરસના આ પૂર્વેના પ્રથમ વાયરસથી જે લોકો ચેપગ્રસ્ત થયા હતા અને તેમનામાં જે કુદરતી એન્ટીબોડી સર્જયો, તેમને પણ આ નવા બી. વન ૩૫૧ વાયરસનો ચેપ ફરી લાગ્યો હતો, કુદરતી રીતે સર્જાયેલ એન્ટીબોડીએ રક્ષણ આપ્યું ન હતું.

અસ્ટ્રાજેનેકા, ઓકસફર્ડની વેકસીનના ૧૦ લાખ ડોઝ આવી ગયા પછી આ વિગતો જાણવા મળેલ છે. અહીં ૪૬ હજાર લોકો કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે.

હવે આ બી.વન.૩૫૧ પ્રકારના નવા કોરોના વાયરસે દેખા દેતા દક્ષિણ આફ્રિકાની કોરોના સામેની ઝુંબેશને મોટો ફટકો પડ્યો છે. વિશ્વના ૩૦ દેશમાં આ નવો કોરોના વાયરસ પ્રસરી ગયો છે.

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલ અભ્યાસ આથીએ સ્પષ્ટ થયું નથી ડો. બી.વન ૩૫૧ કોરોના વાયરસથી સર્જાતા ગંભીર બીમારીઓ સામે એસ્ટ્રાજેનેડા વેકસીન રક્ષણ આપે છે કે કેમ ?

આમ છતાં એવું મનાય છે કે, આ વેકસીન વધુ ગંભીર કેસોમાં દર્દીઓને રક્ષણ આપી નાકનો અને એથી એસ્ટ્રાજેનેકા રસીનો ફરી ઉપયોગ શરૂ કરવામાં વિચારણા થઇ રહી છે.

આમ છતાં આ હકીકત છે કે, કલીનીકલ ટ્રાયલમાં આ રસી હળવા અને મધ્યમ લક્ષણોવાળા નવા કોરોનાના દર્દીઓમાં ઓછી અસરકારક માલુમ પડેલ છે. આ શોધખોળ પરિણામો સાયન્ટીફીક જર્નલમાં પ્રગટ થયા નથી તેમ ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયું છે.

(10:25 am IST)