Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઉ.પ્ર.માં ગંગા નદીના કિનારે ૧ હજાર કી.મી. સુધી હાઇએલર્ટ

દેહરાદૂન : ચમૌલી જિલ્લાના રૈની ગામમાં નંદાદેવી પર્વત ઉપરથી બરફનો મોટો પર્વત તૂટીને ખાબકતા સર્જાયેલ મહાભયાનક દુર્ઘટના બાદ રૈની ગામથી દૂર અલ્‍હાબાદ સુધી ૧ હજાર કી. મી.ના ગંગા કિનારાના વિસ્‍તારમાં હાઇએલર્ટ જાહેર કરાયેલ છે. મોટા ભાગના આવા વિસ્‍તારો ખાલી કરાવાયા છે. યોગી આદિત્‍યનાથને ટાંકીને અમર ઉજાલા નોંધે છે કે અલકનંદા એ ગંગાજીની સહાયક નદી છે, એટલે પુરનો ખતરો ગંગા નદીમાં પણ રહે છે. આ જોતા ઉ.પ્ર.માં એક હજાર કિલો મીટર સુધી ગંગા નદીના કાંઠાના વિસ્‍તારમાં સતર્કતા વધારી દેવાયેલ છે. ઉત્તરાખંડથી પ્રયાગરાજ સુધી ગંગા નદીમાં પાણી પહોંચતા ૭ દિવસ લાગે છે. અહીં માઘ મેળો ચાલે છે ત્‍યાં શ્રધ્‍ધાળુઓને સાવધ કરાયા છે.

(10:43 am IST)