Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કોરોના ટેક્ષ? સપને ય વિચાર્યુ નથી!

મુંબઇ : નાણા પ્રધાન નિર્મલા સીતા રમણે કહયું હતું કે મોદી સરકારે કયારેય કોરોના ટેક્ષ કે કોવિડ સેસ અંગે વિચાર પણ કર્યો નથી. અહીં એક કાર્યક્રમમાં તેમણે કહયું કે હું નથી જાણતી કે મિડીયામાં કોરોના કર લાદવાની વાત કઇ રીતે શરૂ થઇ છે.

દેશની આકાંક્ષા અને વિકાસ જરૂરતો માટે સ્‍ટેટ બેન્‍ક જેવી ર૦ સંસ્‍થાની જરૂર છે. સીતા રમણ નાણામંત્રીએ કહયું કે ભારતની આકાંક્ષાઓ અને વિકાસ જરૂરીયાતો માટે ભારતીય સ્‍ટેટ બેંકના સ્‍વરૂપની ર૦ સંસ્‍થાઓની જરૂર છે.

તેમણે સ્‍પષ્‍ટ કર્યુ હતું કે ભારત સરકાર દ્વારા સંચાલિત માત્ર એક વિકાસ વિટી સંસ્‍થાન (ડીએફઆઇ) રહેશે. જેમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા રહેશે. તેમણે કહયું કે છેલ્લા ૩ મહિનામાં જીએસટી આવક વધી છે.

(10:47 am IST)