Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

લાઇન ઓફ કંટ્રોલ ઉપર જાસુસી સીસ્‍ટમ્‍સમાં મહા પરિવર્તનઃ અત્‍યાધુનિક સાધનો દ્વારા

સરહદે ચીનાઓ ઉપર ચોવીસે કલાક બાજ નજર રખાશે

મુંબઇ તા. ૮ :.. ચીન સાથેની લેહ-લડાખ સરહદો ઉપર અત્‍યંત આધુનિક જાસુસી સીસ્‍ટમ્‍સ દ્વારા ચીનના લશ્‍કર ઉપર બાજ નજર રખાશે તેવા હેવાલો જાણવા મળે છે.

ચીનાઓની નીચતા, દુષ્‍ટતા અને પીઠ પાછળ ઘા કરવાની વૃતિ જાણીતી છે. હવે સર્વેલન્‍સ માટે છેલ્લામાં છેલ્‍લા સેન્‍સરો, ડ્રોન વિમાનો, જાસુસી પ્રણાલીઓ, ચાલક વિનાના વિમાનો વિગેરે ઇલેકટ્રોનિક સાધનો દ્વારા ચીનાઓના ખતરનાક મનાતા પીપલ્‍સ લીબરેશન આર્મીની તમામ હિલચાલ ઉપર ર૪ × ૭ બાજનગર રાખવામાં આવશે. આ માટે મોટા પાયે સાધનો પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ચીનાઓનાં ઘુસણખોરીના નાપાક ઇરાદા પાર પડે નહિં. તે માટે આ પ્રયાસો થઇ રહ્યાનું મનાઇ રહ્યું છે.

છેલ્લા ઘણા સમયથી લેહ-લડાખ સરહદે ચીને અવારનવાર ઘુસણખોરી કરી છે અને કેટલાક વિસ્‍તારો ઉપર કબ્‍જો જમાવવા પ્રયાસો કર્યા છે. ચીને તેની સરહદો ઉપર ભારે હિલચાલ આદરી છે ત્‍યારે ભારત માટે ચૂપ રહેવું પોસાય નહિં.

પાકિસ્‍તાન સાથેની સેંકડો કી. મી. ની સરહદ ઉપર અત્‍યારે ર૪ × ૭ નજર રાખવામાં આવી રહી છે ત્‍યારે ચીન સાથેની સરહદ ખૂબ ચપ્‍પટી-લાંબી હોય આધુનિક જાસુસી ઉપકરણો દ્વારા ચીનાઓની પ્રત્‍યેક હિલચાલ ઉપર બાજનગર રાખવા, માહિતીઓનું આકલન કરવા મોદી સરકારે, લશ્‍કરી તંત્રે ખૂબ જ મહત્‍વના પગલાઓ લેવાનું શરૂ કર્યાના હેવાલો મળે છે.

લશ્‍કરે આ માટે કરોડો-અબજોના ખર્ચે છેલ્લામાં છેલ્લા સાધનો વસાવ્‍યાનું પણ જાણવા મળે છે.

ડ્રોન, સર્વેલન્‍સ સાધનો, આધુનિક વિમાનો, સહિતની સીસ્‍ટમ્‍સથી ચીનના ‘પીએલએ' લશ્‍કરની હિલચાલ, લશ્‍કરની હેરાફેરી તમામ ઉપર ભારત નજર રાખી શકશે.

અત્‍યારે ભયાનક શિયાળો ચાલે છે, માઇનસ ૪૦ થી પ૦ ડીગ્રી જેટલું ભયાનક ઠંઠુ વાતાવરણ પ્રવર્તે છે. ત્‍યારે સરહદો પ્રમાણમાં શાંત છે. પરંતુ ઉનાળો આવતા ચીનાઓના ઉંબાડીયા વધે તેવી પુરી સંભાવના સામે ભારતનું લશ્‍કરી તંત્ર બરાબર  ચૌકન્ના હોવાના અહેવાલો પણ સોશ્‍યલ મિડીયા ઉપર પ્રસારિત થઇ રહ્યા છે.

(11:18 am IST)