Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ર૪ કલાક પછી પણ ૨૦૩ લોકો લાપત્તા ૧૬

૧૧ મૃતદેહ મળ્‍યાઃ તપોવનની ટનેલમાં ત્રણેક ડઝન લોકો ફસાયેલા છેઃ સવારથી રેસ્‍કયુ ઓપરેશન ફરી શરૂ : એરફોર્સ, અર્ધલશ્‍કરી દળો, હેલિકોપ્‍ટરો, પોલીસ, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સહિતના તમામ તંત્રો યુદ્ધના ધોરણે બચાવ કાર્યમાં ૪-૪ લાખનું વળતરઃ મૃત્‍યુઆંક મોટો થશે ?

તપોવન તા.૮ : ઉત્તરાખંડમાં બરફના મહામોટા પહાડ તૂટી પડવાથી આવેલ ભીષણ પૂર હોનારતમાં અનેકના મોત થયા છે. તો સવાર સુધીમાં બચાવ ટૂકડીઓ, અર્ધલશ્‍કરી દળોએ ૧૧  લોકોને સુરંગમાંથી જીવતા બહાર કાઢી લીધા છ.ે હજુ ત્રણેક ડઝન ફસાયેલા હોવાનું મનાય છે. એરફોર્સના વિમાનો અને હેલીકોપ્‍ટરો પણ મદદે પહોંચી ગયા છે. જાૈલીગ્રાન્‍ટ એરપોર્ટ ઉપર ભારે ચહલપહલ જોવા મળે છે.

ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી ત્રિવેન્‍દ્ર સિંઘ રાવતે આજે સવારે ૧૦ાા વાગે જણાવ્‍યું હતું કે તપોવન દુર્ઘટનામાં કુલ ૨૦૩ લોકોનો પત્તો નથી અત્‍યાર સુધીમાં ૧૧ મૃતદેહ મળ્‍યા છે. (અન્‍ય અહેવાલોમાં ૧૪ અને ૧૬ મૃતદેહ મળ્‍યાનું કહેવાયું છે) તેમણે કહ્યું કે બીજી ટનલમાં ૩૫ લોકો ફસાયેલા છે તેને બચાવવા ઓપરેશન ચાલુ છે.

તપોવન ખાતે કંપનીના પેટાળમાં પ્રોજેકટ ચાલી રહ્યા અંગે ગઇકાલ સુધી અમને કોઇ જાણ હતી નહિ. તપોવનના આખો હાઇડ્રોપાવર પ્રોજેકટ તણાઇ ગયો છ.ે ત્‍યારે અહીંની સુરંગમાંથી ૧૧ લોકોને આઇટીબીપીના અર્ધલશ્‍કરી દળના જવાનોએ ઉગારી લીધા છે અને હજુ ત્રણેક ડઝન ફસાયેલા મજુરોને બહાર કાઢવા યુદ્ધના ધોરણે કાર્યવાહી ચાલુ છ.ે

એમઆઇ-૧૭, ધ્રુવ સહિતના હેલીકોપ્‍ટરો, વિમાનો ગઇકાલે રાત્રેજ અહિં પહોંચી ગયા છે. એનડીઆરએફના જવાનોની ટીમો પણ રાહત-બચાવમાં લાગી ગઇ છ.ે

ઘૌલી ગંગા-અલકનંદામાં બરફનું ગલેશીયર ફાટવાથી સર્જાયેલ મહાવિનાશક પૂરે ક્ષણોમાં જ ૧૭૬ જેટલા મજૂરો, કર્મચારીઓ સાથેના વિશાળ તપોવન-વિષ્‍ણુગઢ પાવર પ્રોજેકટનો ખાત્‍મો બોલાવી દીધેલ અનેક હજુ લાપત્તા છે. સુરંગો ખૂલ્લી કરવા ભારે પ્રયાસો થઇ રહ્યા છે. જેસીબી સહિતના મોટા સાધનો કામે લાગ્‍યા છ.ે

ચમોલી જિલ્લાના તપોવન પાસેના ડેમ પાસે આ દુર્ઘટના સર્જાતા નદીમાં પાણી વધ્‍યા હતા. તેથી બચાવ કાર્યને બાધા પડી રહી છે.

ફસાયેલા મજૂરોના જીવન બચાવવા ભારે પ્રયાસો ચાલુ છ.ે ઇન્‍ડો-તીબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી) ના જવાનોએ સંખ્‍યાબંધ લોકોને બચાવી લીધા છે. સુરંગમાંથી જોક-એક-એકને મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા છ.ે

બે સુરંગમાંથી ૧પ-૧૭ મજૂરોને જીવતા બહાર કાઢવામાં આવ્‍યા છે. ટર્નલમાં ફસાયેલાઓને સ્‍ટ્રેચરમાં સુવડાવી હોસ્‍પિટલે લઇ જવાયા છે. હેવી મશીનો કામે લાગ્‍યા છે મૃત્‍યુઆંક મોટો રહેવા ભય છ.ે

નેપાળ-તૂર્કી સહિતના અનેક દેશોએ આ ઘટના અંગે દુઃખ વ્‍યકત કરી મદદની ઓફર કરી છે

ઉ.ખંડના મુખ્‍ય મંત્રીએ મૃતકોને ૪-૪ લાખની સહાય જાહેર કરી છ.ે

એક  ટર્નલમાંથી ૧૬ ને બચાવાયા છે. જયારે બીજી ટર્નલમાં ૩૦ ફસાયેલા છે કુલ ૧૭૬ આસપાસ મજુરો લાપત્તા બનેલ.

ઇન્‍ડીયન અરફોર્સ પ્રાથમીક રીપોર્ટ સાથે રીશીગંગા પ્રોજેકટ ડેમ (તપોવન)ના વીઝયુઅલ જાહેર કર્યા છે. જેમાં મલારી વેલીના એન્‍ટ્રાન્‍સ ઉપર રસ્‍તા અને બ્રીજ તૂટી પડવાથી સર્જાયેલ કાટમાળ નજરે પડે છે. (તસ્‍વીર) વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને ગૃહ પ્રધાન શ્રી અમિતભાઇ શાહ પળેપળની ખબર મેળવી માર્ગદર્શન આપી રહ્યા છ.ે

(4:40 pm IST)